Gujarat

જાહેર જનતા જોગ સંદેશ

 છોટાઉદેપુર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે છોટાઉદેપુર પોલીસ કટીબદ્ધ છે, પોલીસની ખાસ ટીમો સોશીયલ મીડીયા ઉપર વોચ રાખી રહી છે. જો કોઇ પણ વ્યકતિ દ્વારા કોઇની લાગણી દુભાઇ એવું કે અન્ય વાંધાજનક મેસેજ, પોસ્ટ, કોમેન્ટ, વિડીયો કે લખાણ સોશીયલ મીડીયામાં અપલોડ કે ફોરવર્ડ કરવામાં આવશે કે ખોટી અફવા ફેલાવવામાં આવશે તો એના વિરૂધ્ધમાં સખ્તાઇ પૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
> સોશ્યલ મીડિયા ઉપર કોઇ ધર્મ જાતિ કે વ્યકતિ વિરૂધ્ધ વાંધાજનક અને અયોગ્ય ટીકા ટીપ્પણી ન કરીએ.
> કોઇ વિવાદાસ્પદ બાબત કે બનાવને સોશીયલ મીડીયામાં કોઇપણ રીતે અપલોડ કે શેર ન કરીએ.
નોંધઃ- સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર ખોટી અફવાઓ ફેલાવનાર તથા વાંધાજનક પોસ્ટ મુકનાર પર સાયબર ક્રાઇમ,છોટાઉદેપુર પોલીસ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સતત બાજનજર રાખવામાં આવી રહી છે.
આવો આપણે એક જવાબદાર નાગરીક તરીકેની ફરજ નીભાવીએ અને સોશીયલ મીડીયાનો ઉપયોગ સોહાર્દપુર્ણ વાતાવરણ બની રહે તે માટે પહેલ કરીએ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *