Gujarat

સાવરકુંડલા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસે ચક્ષુદાન પ્રવૃત્તિ અંગે બે કલાકમાં બે ચક્ષુદાન સ્વીકારી ઐતિહાસિક સિદ્ધિ મેળવી. મેહૂલભાઈ વ્યાસ આ કાર્યમાટે અહર્નિશ સજ્જ રહે છે. મુશ્કેલ અને કપરા સંજોગોમાં પણ એક બહાદુર સૈનિકની માફક જ પોતાની ફરજ બજાવતાં જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસનો ચક્ષુદાન પ્રવૃત્તિ અંગે અદ્ભૂત કામગીરી.. કાલે બે કલાકમાં બે ચક્ષુદાનની પ્રકિયા પૂર્ણ કરી અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે દામનગર ખાતે મગનભાઈ બધાભાઈ ચૌહાણનું ચક્ષુદાન પ્રક્રિયા હાથ ધરી અને ચક્ષુદાન ચક્ષુબેંકમાં ખૂબ કાળજી રાખી પહોંચાડી તો એજ દિવસે હજુ તો આ ચક્ષુદાનની પ્રકિયા પૂર્ણ કરી જો કે આ ચક્ષુદાનની પ્રકિયા ખૂબ જ ધીરજ, કૂનેહ અને કૌશલ્યપૂર્ણ પડકારજનક કાર્ય છે. ત્યાં જ રાત્રિના ૧૧-૩૦ વાગ્યે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સાવરકુંડલા પીએમ રૂમમાં રમેશભાઈ ફૂલચંદભાઈ બુહાની ચક્ષુદાનની પ્રકિયા પૂર્ણ કરી અને ચક્ષુદાન સ્વીકાર્યું. એક વાત પણ સ્પષ્ટ હતી કે ગઈકાલે દામનગરનું ચક્ષુદાન સ્વીકારવા જતી વખતે ખૂબ વરસાદ હોવા છતાં પણ વચન આપ્યા મુજબ વિપરીત સંજોગોમાં પણ સમયસર પહોંચી ચક્ષુદાનનો સ્વીકાર કર્યો. આમ મેહૂલભાઈ વ્યાસની સેવા નિષ્ઠાની સમગ્ર શહેર તથા અમરેલી જિલ્લામાં ભારે પ્રશંસા થઈ રહી છે. મેહૂલભાઈ વ્યાસ આ તમામ સેવા સ્વખર્ચે કરે છે. દ્રષ્ટીહીનને દ્રષ્ટિ મળે એ જ એનું લક્ષ છે.

IMG-20220701-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *