Maharashtra

કોટનના વાયદાઓમાં જૂન મહિના દરમિયાન ગાંસડીદીઠ રૂ.1,700થી રૂ.6,050નો કડાકો

 

મહિના દરમિયાન સોનાનો વાયદો રૂ.330 અને ચાંદીનો વાયદો રૂ.2,795 તૂટ્યોઃ ક્રૂડ તેલમાં પણ સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.5,67,068 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.4,77,182 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.2,437 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 30 જૂનના મહિના દરમિયાન 11,667,720 સોદાઓમાં કુલ રૂ.10,46,686.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,67,067.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.4,77,182.28 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 4,408,003 સોદાઓમાં કુલ રૂ.2,37,364.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.50,700ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,797 અને નીચામાં રૂ.50,151ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.330 ઘટી રૂ.50,517ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.333 ઘટી રૂ.40,518 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.5,048ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,725ના ભાવે ખૂલી, રૂ.108 ઘટી રૂ.50,719ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.60,752ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,029 અને નીચામાં રૂ.58,000ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2795 ઘટી રૂ.58,330ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2936 ઘટી રૂ.59,287 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,949 ઘટી રૂ.59,295ના સ્તરે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 483,575 સોદાઓમાં રૂ.81,062.44 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.28.20 ઘટી રૂ.208.80 અને જસત જુલાઈ વાયદો રૂ.44.75 ઘટી રૂ.287ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.80.85 ઘટી રૂ.694.15 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.9.75 ઘટી રૂ.174ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 2,466,529 સોદાઓમાં કુલ રૂ.2,45,751.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો મહિનાના પ્રારંભે રૂ.8,744ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9,440 અને નીચામાં રૂ.7,966ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.466 ઘટી રૂ.8,387 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.203.20 ઘટી રૂ.447.70ના સ્તરે બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 26,153 સોદાઓમાં રૂ.2,888.72 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,660.00ના સ્તરે બંધ થયો હતો. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.45,350ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,020 અને નીચામાં રૂ.39,820ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,810 ઘટી રૂ.42,730ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.58.40 ઘટી રૂ.1013.40 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.93,018.32 કરોડનાં 182,907.533 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.144,346.35 કરોડનાં 23,626.042 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.95,607.27 કરોડનાં 107,461,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.150,144 કરોડનાં 2464420000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.2,562.66 કરોડનાં 572525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.325.92 કરોડનાં 3128.76 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.07 કરોડનાં 4 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,004.186 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 937.189 ટન, ક્રૂડ તેલમાં 466500 બેરલ અને નેચરલ ગેસમાં 8778750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 48550 ગાંસડી, મેન્થા તેલમાં 564.48 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.2,436.68 કરોડનાં 33,860 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,405ના સ્તરે ખૂલી, 270 પોઈન્ટ ઘટી 14,173ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.477,182.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,780.99 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,583.18 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.356,917.74 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.102,872.83 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

જૂન મહિનાના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
મેન્થા તેલ  30-06-22 1 કિલો 1132.8 1051.1 81.7 7.77
ક્રૂડ તેલ  19-09-22 1 બેરલ 8382 8113 269 3.32
રબર  30-06-22 100 કિલો 17730 17500 230 1.31
ગોલ્ડ-ગિની  30-09-22 8 ગ્રામ 40957 40842 115 0.28
ગોલ્ડ-પેટલ  30-06-22 1 ગ્રામ 5085 5078 7 0.14
ગોલ્ડ-ગિની  30-06-22 8 ગ્રામ 40722 40734 -12 -0.03
મેન્થા તેલ  30-09-22 1 કિલો 1053.3 1055 -1.7 -0.16
સીસું  30-06-22 1 કિલો 184 184.35 -0.35 -0.19
સોનું-મિની  05-07-22 10 ગ્રામ 50719 50827 -108 -0.21
સોનું  05-10-22 10 ગ્રામ 50788 51060 -272 -0.53

 

 

જૂન મહિનાના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  26-08-22 1 એમએમબીટીયૂ 447.8 659 -211.2 -32.05
નેચરલ ગેસ  26-07-22 1 એમએમબીટીયૂ 447.7 650.9 -203.2 -31.22
જસત  29-07-22 1 કિલો 287.4 332.15 -44.75 -13.47
કોટન  30-08-22 1 ગાંસડી 38950 45000 -6050 -13.44
એલ્યુમિનિયમ  29-07-22 1 કિલો 208.8 237 -28.2 -11.9
તાંબુ  29-07-22 1 કિલો 694.15 775 -80.85 -10.43
તાંબુ  30-06-22 1 કિલો 694.25 774.6 -80.35 -10.37
કોટન  31-10-22 1 ગાંસડી 34140 37400 -3260 -8.72
જસત  30-06-22 1 કિલો 306.1 333.65 -27.55 -8.26
એલ્યુમિનિયમ  30-06-22 1 કિલો 218.4 235.3 -16.9 -7.18

 

 

વાયદા કોન્ટ્રેક્ટ્સની મન્થલી વધઘટ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) વધઘટ (રૂ.)
બુલડેક્સ  27-07-22 1 યુનિટ 14173 -270
ગોલ્ડ-ગિની  29-07-22 8 ગ્રામ 40518 -333
ગોલ્ડ-પેટલ  29-07-22 1 ગ્રામ 5048 -51
સોનું  05-08-22 10 ગ્રામ 50517 -330
સોનું-મિની  05-07-22 10 ગ્રામ 50719 -108
ચાંદી  05-07-22 1 કિલો 58330 -2795
ચાંદી-માઈક્રો  31-08-22 1 કિલો 59295 -2949
ચાંદી-મિની  31-08-22 1 કિલો 59287 -2936
એલ્યુમિનિયમ  29-07-22 1 કિલો 208.8 -28.2
જસત  29-07-22 1 કિલો 287.4 -44.75
તાંબુ  29-07-22 1 કિલો 694.15 -80.85
સીસું  29-07-22 1 કિલો 174 -9.75
ક્રૂડ તેલ  19-07-22 1 બેરલ 8387 -466
નેચરલ ગેસ  26-07-22 1 એમએમબીટીયૂ 447.7 -203.2
કપાસ  28-04-23 20 કિલો 1660 -125
કોટન  29-07-22 1 ગાંસડી 42730 -2810
મેન્થા તેલ  29-07-22 1 કિલો 1013.4 -58.4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *