*૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦*
*ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયા અને શ્રી સુરેશ કોટડીયાએ મતદાન કર્યું*
*શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ*
૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયાએ ચલાલા પરા શાળા ખાતે અને ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયાએ કુબડાની પ્રાથમિક શાળા ખાતે સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યુ હતું. ધારી વિધાનસભા મતવિસ્તારમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
