સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કાલિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ ૧-૭-૨૦૨૨ ના રોજ આ સમારંભ યોજાઈ ગયો જેમાં અતિથિ વિશેષ તરીકે લીલીયા ગવર્મેન્ટ કોલેજમાંથી સંસ્કૃત વિષયના પ્રોફેસર પારૂલબેન મારું હાજર રહ્યા હતા તેઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત અને પરિચય કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડી એલ ચાવડા સાહેબે આપ્યો હતો કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ સંસ્કૃત ગીતો સંસ્કૃત નૃત્ય પદાર્થ પ્રદર્શન પોસ્ટર સ્પર્ધા વક્તવ્ય પ્રોજેક્ટ વર્ક તથા રંગોળી વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પ્રતિમાબેન એમ શુક્લ એ કર્યું હતું અને આભાર દર્શન પ્રોફેસર કે બી પટેલ સાહેબે કહ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફનો સહયોગ મળ્યો હતો
