હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદથી ખેતરો મા પાણી રસ્તા પર પાણી વહેતા થયા
પ્રાચી તીર્થ:
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગત મધ્યરાત્રી થી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને વહેલી સવારે મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે પ્રાચી તીર્થ તેમજ , ટીબડી, પિખોર, સેમળીયા, ગુંદાળા, રંગપુર, કુંભારીયા, ઘંટીયા, આલીદ્ધા, ટીબડી, ખાંભા, ટોબરા,લાખાપરા પ્રાસલી, ખેરા, સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. તેમજ વોકળા, ખેતરો તરબોળ થયા હતા ભારે વરસાદથી સરસ્વતી નદીમાં જોડાતા કુંભરીયા ના વોકળા મા પુર આવ્યું હતું અને રંગપુર ગામે ભારે વરસાદથી વોકળાનુ પુર આવતા વાડી વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર ત્રણ ઇંચ વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજીના પાકને ફાયદો થશે ભારે વરસાદથી ખેડૂત પુત્રો, વેપારીઓ માં ખુશીની લહેર જોવા મળી હતી


