Rajasthan

મૌલાના મુફતી નદીમની રાજસ્થાનના બૂંદીથી ધરપકડ કરાઈ

રાજસ્થાન
રાજસ્થાનની પોલીસે મૌલાના મુફ્તી નદીમ ની બૂંદીથી ધરપકડ કરી છે. મૌલાના મુફ્તીએ નૂપુર શર્મા વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. ઉદયપુરમાં હિંસાત્મક ઘટના બાદ મૌલાના મુફ્તીની ધરપકડની માંગ વધી ગઇ હતી. ઉદયપુરમાં બે લોકોએ ટેલર કનૈયાલાની એટલા માટે હત્યા કરી હતી કારણ કે તેમણે નૂપુર શર્માના સપોર્ટમાં એક પોસ્ટ કરી હતી. બૂંદીમાં મૌલાનાની ધરપકડ બાદ પોલીસ સ્ટેશન બહાર મૌલાનાના સમર્થક એકઠા થવાના શરૂ થઇ ગયા છે. ત્યારબાદ સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. લગભગ એક અમહિના પહેલાં મૌલાના મુફ્તી નદીમે નૂપુરના વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે પ્રોફેટ મોહંમદ સાહેબની શાનમાં ગુસ્તાખી કોઇપણ કિંમતે સહન કરીશું નહી. તેમણે આગળ કહ્યું હતું કે ”જાે કોઇ આંખ ઉઠાવશે તેની આંખ કાઢી લઇશું જાેઇ કોઇ આંગળી ઉઠાવશે તો તેની આંગળી તોડી લઇશું. તે કોઇ હાથ ઉઠાવશે તો હાથ કાપી નાખીશું. ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમંદ સાહેબ અપ્ર અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ઘણા ખાડી દેશોએ ભારતના રાજદૂતોને તલબ કરી દીધા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને ભાજપમાંથી સસ્પેંડ કરે દીધી હતી. દેશભરમાં નૂપુર શર્મા વિરૂદ્ધ પ્રદર્શન થયા હતા જેમાં નૂપુર શર્માની ધરપકડની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે રાજસ્થનના ઉદયપુરમાં એક ટેલર પર આરોપ લગાવ્યો કે તેણે નૂપુર શર્માના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી ત્યારબાદ બે લોકોએ ટેલરની હત્યા કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે નૂપુર શર્માએ પ્રોફેટ મોહમંદ સાહેબ પર ટિપ્પણી કરી આખા દેશની ભાવનાને ઠેસ પહોંચાડી છે. એટલા માટે તેમણે આખા દેશની માફી માંગવી જાેઇએ.

file-02-page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *