સુરત
સુરતની એપીએમસીના ચેરમેનને લઈ ઘણા દિવસ ચર્ચા ચાલી રહી હતી. ચે રમેન રમણ જાની સામે બળવો પોકારાયો હતો. ઘણા સમયથી એપીએમસીમાં ડિરેક્ટરો દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો. વિવાદના અંતે રમણ જાનીએ રાજીનામુ આપ્યું હતું.આ સાથે જ પ્રથમ એવું માર્કેટ યાર્ડ છે. જેમાં બાયોગેસ પ્લાન્ટ,પ્રોસેસિંગ યુનિટ,રિટેલ માર્કેટ ,ઓક્શન હોલ તેમજ માર્કેટિંગની સુવિધા આપવામાં આવી હતી. રમણ જાનીએ રાજીનામુ આપતા નવા ચેરમેન કોણ બનશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે છેલ્લા ૩૯ વર્ષથી જાેડાયેલા એપીએમસીના ચેરમેન રમણ જાનીએ રાજીનામું ધરી દીધું છે. કથિત રીતે ડિરેક્ટર્સના આંતરિક જૂથવાદના કારણે રમણભાઈએ રાજીનામું ધરી દીધું છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે, થોડા સમય અગાઉ જ રમણ જાની વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. રમણ જાનીએ રાજીનામું આપતાં કહ્યું કે, હું એકેય જૂથમાં ક્યારેય નહોતો. પરંતુ ઉપરથી મને કહેવામાં આવ્યું એટલે રાજીનામું આપી દીધું છે. રમણ નાથુભાઈ પટેલ(જાની) છેલ્લા ૩૯ વર્ષથી સંસ્થા સાથે જાેડાયેલા હતાં. તેમણે પાંચ વર્ષ વાઈસ ચેરમેન તરિકે અને ૨૫ વર્ષ ચેરમેન તરિકે સેવા આપી હતી. એમના કાર્યકાળમાં વર્ષ ૧૯૯૫માં સંસ્થાનું ટર્ન ઓવર ૧૩૭ કરોડ હતું જે ૨૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે.તેમણે અનેક નવા પ્રોજેક્ટ કરી સંસ્થાની એક અલગ ઓળખ ઉભી કરી હતી.


