ગિરગઢડા
ભરત ગંગદેવ
સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત આનંદપરા ગામ દ્વારા અષાઢીબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આખા ગામની અંદર રામદેવપીર બાપાની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બેન્ડ પાર્ટી ના તાલે ચાલુ વરસાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમજ ધૂપેડો નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું. આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ લોકોએ આ મહાપ્રસાદ લીધો હતો. સમગ્ર ઉત્સવ વરસતા મેઘરાજા વચ્ચે ઉજવવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનોમાં મટાણા પાધેશ્વરી આશ્રમ ઉપવાસી મહંત કરસનદાસ બાપુ, દક્ષ બાપુ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના સરપંચ ધાનાભાઇ બામણીયા, માજી સરપંચ માલદેભાઈ, દેવશીભાઈ, સરમણ ભાઈ, બાલુભાઈ, સહિતના કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો દ્વારા ખૂબ જ રીતે આ સુંદર આયોજન ને સફળ બનાવવામાં આવ્યુ હતું.


