જેતપુરમાં ગેરકાયદેસર બાંધકામ પાંચ દિવસમાં દૂર કરવા ૧૧ લોકોને પાલીકાની નોટીસ
શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે.જેમાં પાડાની વાકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે.
નાની-મોટી માછલીઓ જ કેમ ? નગરપાલિકાને મસમોટા મગરમચ્છ દબાણકારોને ઝડપવામાં કોની લાજ કાઢવી પડી રહી છે ?
જેતપુર શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે. ત્યારે જેતપુર શહેર નાં અનેક વિસ્તારોમાં કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યા છે તેમજ અનેક ગેરકાયદેસર બાંધકામોં ખડકાઈ પણ ગયા છે જેની વિગતો ધ્યાને આવતા. આથી જેતપુર પાલિકાના ચીફ ઓફિસરે ગેરકાયદેસર બાંધકામ કરનાર ૧૧ માલીકને નોટિસ ફટકારી હતી.
જેતપુર શહેરમાં જયાં ત્યાં ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ થયુ છે. જેમાં કોઇ પણ બાંધકામ ચાલુ કરતા પહેલા જેતપુર નગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય.છે.
શહેરમાં આડેઘડ પેશદકમી કરી બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યા છે. નગરપાલીકા ફરી જાગી શહેરના ૧૧ આસામીઓને કે જેઓએ ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલ જમીન ઉપર બાંધકામ કરી નાખેલ છે તેમને દિવસ પાંચ એટલે કે તા. ૪-૭ સુધીમાં પોતાના ખર્ચે દૂર કરવાનો નટીસ પાઠવવામાં આવેલ છે. જો દબાણ દૂર નહિ કરવામાં આવે તો નગરપાલીકા અધિનનિયમ ૧૯૬૩ ની કલમ -૧૮પ (ર) મુજબ પાલીકા જાતે દૂર કરી નાખશે.
આ અંગે પાલીકાના ચીફ ઓફીસરને પુછતા તેમણે જણાવેલ કે ૧૧ આસામીઓને નોટીસ પાઠવેલ છે.આ નોટીસમાં પાલિકા દ્વારા ૮ જેટલા આસામીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા જ્યારે ૩ આસમીઓના નામ કેમ જાહેર કરવામાં આવ્યા નથી શું? આ લોકો રાજકીય પીઠબળ ધરાવતા હોય જેથી નગરપાલિકા સતાધીશો અને પદાધિકારીઓ નામ જાહેર ના કરતા હોય તેવું લોક મુખે સર્ચાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ થયેલ પાકી કેબીનો હટાવી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ દબાણ દૂર થયેલ નથી અત્રે શહેરમાં અનેક સ્થળોએ પેશકદમી કરવામાં આવી છે. નિયમોને નેવે મુકી ઔદ્યોગિક તેમજ રહેણાક માટે બિનખેતી બાંધકામ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. એવું ચર્ચાય રહ્યું છે તો શું આગામી સમયમાં પાલીકા તેના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરશે.


