મકસુદ કારીગર,કઠલાલ
રોયલ એકેડેમીની અંગ્રેજી વિષય સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની જીનલ પટેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલમાં સેમેસ્ટર 2 માં પ્રથમ ક્રમાંક તથા સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં 11મો ક્રમાંક પ્રાપ્ત કરી કઠલાલ કૉલેજ તથા રોયલ એકેડેમીનું ગૌરવ વધાર્યું છે. જીનલ શિક્ષણ જગતમાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તે બદલ કોલેજ અને પટેલ સમાજ તેમજ રોયલ એકેડેમી તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.


