મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ કેળવણી મંડળ,વીણા સંચાલિત શ્રીમતી એમ પી.પટેલ પ્રા.શાળા,વીણાની અનોખી પહેલ જોવા મળી.સદરહુ શાળા સ્વનિર્ભર શાળા છે.RTE-ACT મુજબ ધો-1 માં 25% વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.આ બાળકોની મેંટ.ફી 3000= સરકાર દ્વારા પ્રતિ વર્ષ બાળકોને ફાળવવામાં આવે છે. જેમાથી બાળક પુસ્તકો,સંદર્ભ પુસ્તકો,નોટબૂક્સ ગણવેશ,બુટ-મોજા -અભ્યાસ સામગ્રી વસાવે છે.આ ફી મોટેભાગે વર્ષાન્તે ફાળવવામાં આવે છે.શાળા/મંડળે વિદ્યાર્થીના હિતો ધ્યાને લઈ અભ્યાસ માટેની કીટ RTE અન્વયે પ્રવેશ મેળવેલ ધો-1 થી ધો-8ના કુલ-65 વિદ્યાર્થીઓને વિતરીત કરેલ છે.જેથી તેઓ સમયસર પોતનો વિદ્યાભ્યાસ કરી શકે,વાલી મંડળના હોદ્દેદાર રમેશભાઈ બારોટ સહ તમામ વાલીઓએ શાળા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.શાળાના આચાર્યશ્રી શૈલેશભાઈએ તથા સુનિતાબેને મંડળના પ્રમુખ ડી.પી.પટેલનો આભાર માન્યો હતો.


