Gujarat

મહુધા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
મહુધા ગોપાલજી મંદિર ખાતેથી બપોરે બે વાગ્યાનાં સુમારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહુધા નગરમાં નિકળી હતી આ શુભ અવસરે મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ તથા કસ્બા કમિટી ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ ( એડવોકેટ ) , મહુધા કસ્બા કમિટી સેક્રેટરી શૌકત હુસેન મલેક , કસ્બા કમિટી સભ્ય હફીઝ ભાઈ તથા નાજીમભાઈ કાજી  અને અન્ય મુસ્લિમ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહીને  કોમી એકતા અને ભાઈચારા નું ઉદાહરણ પૂરું પાડ્યું   તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું  તેઓ દ્વારા  સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યારે  મહુધા નગરનાં આગેવાનો સહિત નગરજનો  અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતાં રથયાત્રા નું પ્રસ્થાન સારંગ ભાઈ પરિખ , વિજયભાઈ શાહ તેમજ રૂપલભાઈ ગાંધી સહિત મહુધા P.i અને P.s.i હસ્તે કરવામાં આવ્યું હતું.
ગોપાલજી મંદિર થી નિકળેલી રથયાત્રા ભણસાલી ટીબા પહોંચી હતી ત્યાંથી નગરનાં આગેવાનો અને પાલીકા નાં પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ , રશ્મિ ભાઈ શાહ સહિત નગરસેવકો પણ રથયાત્રામાં જોડાયા હતાં નગરમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની પધરામણી કરવામાં આવી હતી આ શોભાયાત્રા ભણસાલી ટીબા થી હનુમાન ઢાળ , બજાર ચાર રસ્તા , મોચીવાડ નાં નાકેથી ગુજરાતી શાળાએ થી ગાયત્રી મંદિર સુધી પહોંચી હતી અને ત્યાંથી બહુચરાજી માતાજીના મંદિર આગળથી અંબા માતાનાં ચોકમાં પણ ભગવાન જગન્નાથજીની યાત્રાનું પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંબા માતા ચોકથી રથયાત્રા પરત ગોપાલજી મંદિર પહોંચી હતી નગરમાં નિકળેલ રથયાત્રા નું શેરીએ શેરીએ ભવ્ય સ્વાગત કરી  ભકતો એ ભગવાન જગન્નાથજીની નાં દર્શન નો લાભ લીધો હતો.

IMG-20220702-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *