નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે મીડિયા લક્ષ્મણ રેખાને ઓળંગી રહી છે અને એટલા માટે સંસદને ડિજિટલ અને સોશિયલ મીડિયા માટે સામૂહિક કાયદા પર વિચાર કરવો જાેઇએ. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ડિજિટલ મીડિયા ટ્રાયલના કારણે ન્યાય વ્યવસ્થાની પ્રક્રિયામાં અનુચિત હસ્તક્ષેપ હોય છે. તેમણે તેના ઘણા ઉદારણ બતાવ્યા. જસ્ટિસ પારડીવાલા સુપ્રીમ કોર્ટની તે અવકાશ પીઠનો હિસ્સો હતો, જેણે પૈગંબર મોહમંદ પર વિવાદિત ટિપ્પણી કરનાર પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માને ફટકાર લગાવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પારડીવાલે કહ્યું કે ડિજિટલ અને સોશિયલ મીડિયાના વિનિયમન વિશેષ રૂપથી સંવેદનશીલ વિચારધીન કેસના સંદર્ભમાં જરૂરી છે. આ સંબંધમાં ઉપયુક્ત વિધાયી અને નિયામક જાેગવાઇને રજૂ કરવા સંસદ દ્વારા વિચાર કરવો જાેઇએ. તેમણે કહ્યું કે ટ્રાયલ અનિવાર્ય રૂપથી કોર્ટ દ્રાર કરવામાં આવતી એક પ્રક્રિયા છે. ડિજિટલ મીડિયા દ્વારા કરવામાં આવનર ટ્રાય્લા ન્યાય પ્રક્રિયામાં એક અયોગ્ય હસ્તક્ષેપ છે. આમ કરવામાં મીડિયા ઘણી વાર લક્ષણ રેખાનું ઉલ્લંઘન કરે છે. જસ્ટીસ પારડીવાલે કહ્યું કે અડધા અધૂરા સત્યને સામે રાખનાર અને ન્યાયિક પ્રક્રિયા પર બારીક નજર રાખનાર લોકોનો એક વર્ગ કાનૂનના શાસનના માધ્યમથી ન્યાય આપવાની પ્રક્રિયા માટે એક વાસ્તવિક પડકાર બની ગયો છે. આજકાલ સોશિયલ અને ડિજિટલ મીડિયા પર જજાેના ર્નિણય પર રચનાત્મક મૂલ્યાંકનના બદલે તેમના વિરૂદ્ધ વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવામાં આવઈ રહ્યા છે. જસ્ટિસ પારડીવાલાએક અહ્યું કે હજુ પણ એક પૂર્ણ અને પરિપક્વ લોકતંત્રના રૂપમાં વર્ગીકૃત કરી ન શકાય. અહીં કાનૂની અને સંવૈધાનિક મુદ્દાને રાજકારણ કરવા માટે સોશિયલ અને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
