International

કર્ણાટકની સિની શેટ્ટી મિસ ઈન્ડિયા બની

વોશિંગ્ટન
જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફંક્શનમાં સિનીના માથે મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવાયો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-૨૦૨૨ની ફર્સ્ટ રનર-અપ બની, સાથે જ ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર-અપ જાહેર કરાઈ. આ ત્રણેય સુંદરીઓને પસંદ કરવા માટે જજ પેનલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા સહિત મલાઈકા અરોરા, ડિનો મોરિયા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઈનર રોહિત ગાંધી, રાહુલ ખન્ના અને કોરિયોગ્રાફર શ્યામક ડાવર રહ્યા. મિસ ઈન્ડિયાની જાહેરાત માટે રાજકુમાર રાવને સ્પેશિયલ ગેસ્ટ અપિયરન્સ પણ આપ્યું હતું. આ શોને મનીષ પોલ દ્વારા હોસ્ટ કરાયો હતો. તો આખા શોમાં ચાર ચાંદ લગાવવા માટે કૃતિ સૈનને પોતાના અમુક ગીત જેવા કે પરમ સુંદરી પર પર્ફોમન્સ કર્યુ, તો સાથે જ લોરેન્સે પણ સ્ટેજ પર પોતાની ડાન્સિંગ સ્કીલના દર્શન કરાવ્યા. આ શોમાં નેહા ધૂપિયાને સન્માનિત કરાઈ હતી. કારણ કે ૨૦ વર્ષ પહેલા તે પણ મિસ ઈન્ડિયા બની હતી. ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલ યોજાઈ અને આ સ્પર્ધામાં કર્ણાટકની સિની શેટ્ટીએ ૩૧ હરિફોને હરાવીને બાજી મારી લીધી. સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયા-૨૦૨૨ની વિજેતા જાહેર કરાઈ

file-01-page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *