નવીદિલ્હી
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં હાલ કોરોના પોઝિટિવિટી રેટ ૪.૨૯ ટકા છે. દિલ્હીમાં ૧,૦૦૦ થી ઓછા કેસ સામે આવવાનો ચોથો દિવસ છે. શનિવારે દિલ્હીમાં કોવિડ ૧૯ના ૬૭૮ કેસ સામે આવ્યા હતા અને સંક્રમણથી બેના મોત થયા હતા. શુક્રવારે દિલ્હીમાં ૫.૩૦ ટકા પોઝિટિવિટી રેટ નોંધાયો હતો અને ૮૧૩ કોવિડ ૧૯ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોના બીએ.૪ અને બીએ.૫ વેરિએન્ટના કેટલાક કેસની પુષ્ટિ થઇ છે. કોરોનાના આ બંને જ વેરિએન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. પરંતુ વિશેષજ્ઞોએ કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. કાર્ણ કે તે ગંભીર સંક્રમણ ફેલાવતા નથી. દિલ્હીમાં દૈનિક કોવિડ ૧૯ કેસની સંખ્યાએ મહામારીની ત્રીજી લહેર દરમિયાન ૧૩ જાન્યુઆરીને રેકોર્ડ ૨૮,૮૬૭ ના ઉચ્ચ સ્તરને અડકે લીધો હતો. દિલ્હીએ ૧૪ જાન્યુઆરીને પોઝિટિવિટી રેટ ૩૦.૬ ટકા નોંધાયો હતો. જે મહામારીની ત્રીજી લહેર દરમિયના સૌથી વધુ હતી. સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિનમાં કહ્યું કે મહારાષ્ટ્રે રવિવારે ૨,૯૬૨ કોવિડ ૧૯ ના કેસ નોંધાયા હતા. જેમાં ફક્ત મુંબઇમાં જ ૭૬૧ નવા કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના બીએ.૪ વેરિએન્ટનો પણ એક દર્દી સામે આવ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાથી ૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલાં શનિવારે રાજ્યમાં ૨,૯૭૧ કેસ અને પાંચ મોત થયા હતા. રાજ્યમાં કોરોનાના ૨૨,૪૮૫ સક્રિય કેસ છે. રાજ્યમાં મ્છ.૪ અને મ્છ.૫ કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૬૪ થઇ ગઇ છે. પૂણેમાં ૧૫, મુંબઇમાં ૩૪, નાગપુર, થાણે અને પાલઘરમાં ચાર-ચાર અને રાયગઢમાં ત્રણ કેસ સામે આવ્યા છે. મુંબઇમાં ૭૬૧ કોરોનાના કેસ સાથે ત્રણ મોત સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના મૃત્યું દર હવે ૧.૮૫ ટકા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા ગ્રાફે ફરી ચિંતા વધારી છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના ૬૪૮ નવા કેસ સામે આવ્યા અને પાંચના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૩,૨૬૮ થઇ ગઇ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રવિવારે ૨,૯૬૨ કોવિડ ૧૯ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં ગત ૨૪ કલાકમાં ૬ કોરોના સંક્રમિત દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે.
