Gujarat

અમરેલીના મોટા ઝીંઝુડાના વિદ્યાર્થીઓએ બસો રોકી આંદોલન કર્યું

અમરેલી
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના વિદ્યાર્થીઓ રોજ પીઠવડી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરવા જાય છે. પરંતુ એસ.ટી બસ અનિયમિત હોવાના કારણે લોકોમાં રોષનો માહોલ જાેવા મળ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાંથી પસાર થતી તમામ એસ.ટી.બસો રોકી દેવાઇ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાેકે આ મામલે એસ.ટી.વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ સામે પણ વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જાેવા મળ્યા હતા અને રસ્તા રોકી આંદોલન કર્યુ હતું, જેમની સાથે સરપંચ સહિત કેટલાક આગેવાનો પણ જાેડાયા હતા. અનેક વખત બધા રજૂઆતો કરીને છેલ્લે સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી, જે તેમણે સાંભળી નથી. આમ વિદ્યાર્થીઓના ટોળામાં સાંસદ સામે પણ નારાજગીભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું. વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લીધા નથી. ૧૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓ છે. ડેપો મેનેજરને અનેક વખત રજૂઆતો કરી, જ્યારે અત્યારે પણ અમે ફોન કર્યો તો ડેપો મેનેજર કહે છે હું પોલીસને કહીને ભરાવી લઉ છું. સાંસદને પણ રજૂઆતો કરી છે છતાંય કોઈ આનો ર્નિણય આવતો નથી મોટા ઝીંઝુડાથી પીઠવડી અપડાઉન કરું છું. કોરોના કાળથી અહીં એસ.ટી આવતી નથી અને નીકળે તો બારોબાર જતી રહે છે. અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી, એસ.ટી.વાળા પોલીસ કેસ કરવાનું કહે છે. અમે ગરીબ માણસો છીએ. અમારી એકજ માંગ છે, એસ.ટી.બસ આવવી જાેઈએ નહિતર રસ્તા વચ્ચે પણ સુઇ જઇને વિરોધ નોંધાવીશું.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *