Gujarat

જામનગરમાં રિલાયન્સ મોલ સાથે ૬૩ લાખની છેતરપિંડી

જામનગર
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા રિલાયન્સ મોલમાં નોકરી કરતા જાેનસિંગ ભગવાનજી ચાવડાએ આ પ્રકરણ સંદર્ભે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોલમાં લઈ આવવામાં આવતા સામાનમાં ઓછો માલ મોકલી તેમજ જે માલ મોકલવામાં આવ્યો છે તેમાં હલકી ગુણવત્તાનો સામાન પધરાવી દઈ છ આરોપીઓએ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ ના એક વર્ષના ગાળા દરમિયાન છેતરપિંડી આચરી હતી. જામનગરના ધરાનગર બે માં રહેતા જયપાલસિંહ ચુડાસમા તેમજ રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, તેના રામ તેમજ ઉત્તર પ્રદેશના રામકિશોર તિવારી અને સચિન સિંહ શૈલેન્દ્રસિંહ નામના છ શખ્સોએ એકબીજા સાથે મળી, પૂર્વયોજિત કાવતરું રચી, છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. એક વર્ષના ગાળા દરમિયાન આ તમામ શખ્સોએ રિલાયન્સ મોલમાં પહોંચાડવામાં આવેલો માલ પૈકી રૂપિયા ૨૬,૬૦,૪૦૦નો ઓછો માલ મોકલી તેમજ અમેરિકન સકરિયાની નબળી ગુણવત્તા વાળો માલ મોકલી રૂપિયા ૩૬,૫૧,૩૭૫ સહિત રૂપિયા ૬૩,૧૧,૭૭૫ ની રકમ અંગત ઉપયોગમાં લઈ સ્ટોર સાથે છેતરપિંડિ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ પ્રકરણની ખરાઈ થતાં કંપનીના કર્મચારી દ્વારા છ શખ્સો સામે મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે તમામ શખ્સોની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા રિલાયન્સ મોલ સાથે છ શખ્સોએ રૂપિયા ૬૩ લાખની છેતરપિંડી આચરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. હલકી ગુણવત્તા વાળો સામાન મોકલી દઈ રૂપિયા ૩૫ લાખની તેમજ રૂપિયા ૨૬ લાખનો ઓછો માલ મોકલી કુલ ૬૩ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *