શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુર્જર સુથાર સમાજ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું..
અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુર્જર સુથાર સમાજ દ્વારા, શ્રી માધવ ફર્નીચર, જી. આઈ. ડી. સી. માં રાજુભાઈ ભેસાણીયા ના કારખાને રાખવામાં આવ્યું હતું. પૂજન વિધિ તા. ૧૪/૧૧/૨૦૨૦ દિવાળી ના શુભ દિવસે બપોરના ૨/૩૦ વાગ્યે રાખવામાં આવ્યું હતું. તેમાં પૂજન વિધિના શાસ્ત્રી પદે.. જયનાથ જ્યોતિષ કાર્યાલય ના શાસ્ત્રીશ્રી દીપકદાદા ત્રવાડીએ શાસ્ત્રોક્ત વિધિગત પૂજા અર્ચના કરાવી હતી. તેમજ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી અરુણભાઈ આદ્રેજા, વિશાલ ફર્નીચર વાળા શ્રી કાળુભાઈ ખંભાયતા, દિલીપભાઈ વડગામા, મુકેશભાઈ બસોપીયા, જયસુખભાઈ તલસાણીયા, રાજુભાઈ ભેસાણીયા, રુતીલભાઈ અડીએચા, દિનેશભાઈ ભેસાણીયા, ચતુરભાઈ ભેસાણીયા, વરૂણભાઈ વડગામા, જીગાભાઈ તલસાણીયા, દીપકભાઈ જાદવાણી, ચંદ્રેશભાઈ તલસાણીયા, દર્શન આદ્રેજા, કનુભાઈ આદ્રેજા, ભાવેશ તલસાણીયા, સર્વો ઉપસ્થિત રહ્યા હતા.
સર્વો જ્ઞાતિજનોએ સારો એવો સાથ સહકાર આપ્યો હતો. એની એક યાદીમાં જણાવે છે.



