ઊના
દીવથી પાંચ મહિલાઓ દારૂ-બિયરનો જથ્થો લઈને આવતી હોય પોલીસે બાતમીનાં આધારે વોચ ગોઠવી ઝડપી લીધી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રંજનબેન વિજય વાઘેલા, લક્ષ્મીબેન વિપુલ વાઘેલા રહે. ઊના ખારા વિસ્તાર, પિન્ટુબેન કેશુ ડાભી, રેખાબેન સુરેશ બારૈયા, તેમજ રેખાબેન કાના મેરવાણા રહે. વેરાવળ આ તમામ મહીલાઓ દિવથી દારૂ લઇ આવતી હોવાની બાતમી આધારે પીઆઇ એમયુ મસીની સુચના મુજબ પીએસઆઇ ડી બી લાખણોત્રા, એચ આર ઝાલા, પીપી બાંભણીયા, નિલેશભાઇ છગનભાઇ, ભીખુશા બચુશા, વિજયભાઇ, વિશાલભાઇ સહિતનાં સ્ટાફે દેલવાડા નવાબંદર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. અને આ મહીલાઓ પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો નં.૧૦૬ તેમજ બીયરના ટીન ૬૫ જેટલો જથ્થો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


