Gujarat

લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારો  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
રઘુવંશી દેશી લોહાણા સમાજ ડીસા પ્રેરિત  લોહાણા પ્રગતિ યુવક મંડળ (શ્રી જલારામ સેવા સંકુલ) ની મીટિંગ તાજેતરમાં સમાજ ના વડીલ જયંતિભાઈ ઓઢાવાળાના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ મીટિંગમાં સમાજ ના પ્રમુખ રજનીભાઈ બી.ઠકકર, પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,અગ્રણીઓ બાબુભાઈ પ્રાઈમવાળા,અતુલભાઈ એસ.ઠકકર, દીલીપભાઈ વકીલ, દેવચંદભાઈ એન.ઠકકર, આનંદભાઈ પી.ઠક્કર, હિંમતલાલ ગોકલાણી,વિનોદભાઈ શેઠ સહિત  સૌ અગ્રણીઓ તેમજ યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
   સૌએ ચર્ચા વિચારણા કરી નવા હોદેદારોની નિમણુંક કરી હતી.જેમાં પ્રમુખ પ્રકાશભાઈ ઓઢાવાળા,ઉપપ્રમુખ અરવિંદભાઈ ટી.ઠકકર, મંત્રી યોગેશભાઈ એમ.ઠકકર, સહમંત્રી ૠષભકુમાર ડી.ઠકકર, ખજાનચી કલ્પેશકુમાર જે.ઠકકર જ્યારે ઓડિટર તરીકે કેયુરકુમાર એસ.ઠકકર ની સર્વાનુમતે વરણી કરાઈ હતી.આ અવસરે રવિ અખાણી,ગૌરવ ઠકકર સહિત યુવાનોએ રચનાત્મક સૂચનો કર્યાં હતાં.
   ઉપસ્થિત સૌ કોઈએ નવા હોદેદારોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20220705-WA0353.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *