અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર
ગઇ કાલ તા.૦૩/૦૭/૨૨ ના રોજ *વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૩૬૬/૨૨ આઇ.પી.સી. ક.૩૭૯* મુજબનો ગુન્હો જાહેર થયેલ અને સદરહું ગુન્હાના *ફરિયાદી શ્રી હાર્દીકભાઇ ભરતભાઇ હરીયાણી રહે.વેરાવળ હુડકો સોસાયટી* વાળાએ ફરિયાદમાં જાહેર કરેલ કે, *તા.૨૨/૦૬/૨૦૨૨ ના કલાક-૦૯/૦૦ થી ક.૧૮/૦૦ દરમ્યાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા આરોપીએ પોતાની ડ્રીમ યુગા હોન્ડા મોટર સાયકલ નંબર GJ-11-BD-9544 કિં.રૂ.૨૦,૦૦૦/- નું પોતે વેરાવળ, રેયોન કંપનીના બીજા ગેઇટ સામે પાર્ક કરેલ ત્યાંથી હેન્ડલ લોક તોડી ચોરી કરી લઇ ગયેલની ફરિયાદ લખાવતા જે બાબતે ઉપરોકત નંબરથી ગુન્હો રજી. કરવામાં આવેલ*
જે અનુસંધાને *જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ વેરાવળ વિભાગ, વેરાવળ* નાઓ તરફથી જીલ્લામાં બનતા આવા ઘરફોડ/ચોરી/લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના મળેલ હોય
જે અનુસંધાને ઉપરોકત ગુન્હો શોધી કાઢવા સારૂ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી નાઓએ પો.સબ.ઇન્સ શ્રી એચ.બી.મુસાર તથા આર.એચ.સુવા તથા જરૂરી પો.સ્ટાફની ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ અને *પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવી આધારે ટેકનીકલ સર્વેલન્સથી જીણવટપુર્વક બનાવ બાબતે માહીતી મેળવી જે માહીતી આધારે પ્રથમ નેત્રમ (ઇણાજના) સિસિટિવી કેમેરાની મદદ લેતા તેમા એક ઇસમ ઉપરોક્ત મો.સા ભવાની હોટલ તરફ લઈ જતો જોવામા આવેલ* હોય જે બાબતે આજરોજ *પો.સબ.ઇન્સ આર.એચ.સુવા તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.બી.મુસાર તથા પો.સ્ટાફના માણસો એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા લખમણભાઇ માલાભાઇ તથા કેશવભાઇ બબાભાઇ તથા કૃણાલભાઇ નારણભાઇ તથા પો.કોન્સ કમલેશભાઈ અરજનભાઈ તથા અશોકભાઈ હમીરભાઇ તથા રોહિતભાઈ જગમાલભાઈ તથા વિનયસિંહ ગીગાભાઈ તથા અજયભાઇ રાણાભાઇ તથા મહીલા પો.કોન્સ સુમૈયાબેન સલીમભાઈ* એમ બધા સ્ટાફના માણસો સદરહું ગુનાના ચોરીના મુદામાલ મો.સા- ડ્રીમ યુગા જેના રજી નં-GJ-11-BD-9544 ની તપાસ બાબતે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા* નાઓને મળેલ સયુક્ત બાતમી હકીકત *આધારે વેરાવળ ૬૦ ફુટ રોડ ભવાની હોટેલ પાસેથી આરોપી- સુનીલ ચંદ્રકાંતભાઈ ચુડાસમા ભોંય વેરાવળ ડાભોર રોડ ગંગાનગર આવાસ યોજના વાળાને સદરહું ગુનાના કામે ચોરીમાં ગયેલ મો.સા. ડ્રિમ યુગા કંપનીનુ જેના રજી.નં. જીજે.૧૧.બી.ડી.-૯૫૪૪ કી.રૂા.૨૦,૦૦૦/- ની સાથે પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.હોવાનુંં સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

