Gujarat

ઊનાના મોટાડેસર ગામે એસ ટી બસ શરૂ કરો, સીલોજ હાઇવે પર તમામ બસ સ્ટોપ રાખવા માંગ..

ઊના – ઊનાના મોટા ડેસર ગામની આશરે ૬૦૦૦ કરતા વધુ વસ્તી ધરાવતું ગામ હોય જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ઉના આવતા હોય તેમજ લામધાર, શાહ ડેસર, તેમજ સિલોજ ગામના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉના આવતા હોય ત્યારે એસ ટી બસ સુવિધા ન હોવાના કારણે હેરાન પરેશાન બની જતા હોય છે. આ રૂટ પર એસ ટી બસ શરૂ કરવામાં આવે તેમજ સિલોજ ગામે બસને સ્ટોપ આપની માંગ સાથે મોટાડેસર ગ્રામ પંચાયતના સદસ્ય ભરતભાઇ શિંગડ, સિલોજ ગામના સરપંચ ભીમાભાઈ સોલંકી, પાંચાભાઈ દમણિયા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે અગાઉ તા.૨૧ ફેબ્રુ.૨૦૨૨ ના રોજ રજુઆત કરવામાં આવેલ હોવા છતાં કોઇ જવાબ મળેલ ન હોય લામધાર, શાહ ડેસર, મોટા ડેસર, અને સીલોજ ગામના વિદ્યાર્થીઓએ ઉના શાળાએ જવા માટે નેશનલ હાઇવે ૫૧ પર ફરજીયાત આવવું પડે છે. અને ત્યાં પણ લોકલ સીવાય અન્ય બસ સ્ટોપ નથી. જેથી મોટી સંખ્યામાં મુસાફરો રાત્રીના પણ પરેશાની વેઠી રહ્યા છે. લોકલ બસો બધી ફુલ સંખ્યા સાથે આવતી હોય જેથી બસ સ્ટોપ કરતા નથી. અને સ્ટોપ કરે તો પૂરતા વિદ્યાર્થી સમાતા ન હોય આથી સીલોજ ગામે તમામ બસોને સ્ટોપ આપવામાં આવે તેમજ ઉના થી લામધાર, શાહ ડેસર, મોટા ડેસર, સીલોજ થી ઉના રૂટ પર બસ સુવિધા તાત્કાલીક શરૂ કરવાની માંગણી સાથે તમામ છાત્રો ઉના બસ ડેપોમાં બેસી ગયેલા અને જુઆત કરી આવેદન પત્ર આપવામાં આવેલ હતું. .આ તમામ પ્રશ્નો બાબતે કાર્યવાહી કરવામાં નહી આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

 

મોટા-ડેસર-અને-સિલોજ-ગ્રામ-પંચાયત-દ્વારા-ઉના-તાલુકાના-લામધાર-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *