Gujarat Uncategorized

અમરેલી. વડિયા. કોરોના કાળની મંદીથી પરેશાન વડિયા ના વેપારી એ

અમરેલી. વડિયા.
કોરોના કાળની મંદીથી પરેશાન વડિયા ના વેપારી એ જીવન ટૂંકાવ્યું.

સુરવો નદી માં પુલ નીચે સવારે મૃતદેહ મળતા લોકો ના ટોળા ઉમટ્યા

વડિયા
કોરોના કાળ માં છૂટક દુકાનદારો ને ઘણા સમય થી પોતાના ધંધા રોજગાર પર મંદી રૂપી ગ્રહણ લાગ્યું છે.

સતત ઘટતા વેપાર ને કારણે વેપારીઓ આર્થિક સંકળામણ નો સામનો કરતા હોય તેવુ લાગી રહ્યુ છે.

વડિયા ગામની મધ્યમાંથી પસાર થતી સુરવોનદી પર આવેલા સ્નેહલ પુલ નીચે આજે વહેલી સવારે પસાર થતા સ્થાનિક લોકોને એક વ્યક્તિનો પાણીમાં મૃતદેહ તરતો જણાઈ આવ્યો હતો અને લોકોની ભીડ સ્નેહલપુલ પર થવા લાગી હતી લોકોની આ ભીડમાં આ વ્યક્તિ કોણ છે ? કયાનો છે ? તેવા સવાલો થઈ રહયા હતા

સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી લોકોની ઉમટેલી ભીડને કોરોના મહામારીને ધ્યાને લઈને ભીડને હળવી કરવામાં આવી ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા વ્યક્તિનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયો આ મૃતદેહ વડીયાનો રહેવાસી વ્યક્તિ મુખ્ય બજારમાં દુકાન ધારક જ જણાઈ આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ મૃતક વડિયા ની કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી બજાર માં રૂ તેમજ રૂ પિંજવાનો નો ધંધો કરતો હતો કોરોના મહામારીને લઈને ધંધા રોજગાર ઠપ્પ થતા આર્થિક સંકળામણ ના કારણે આ સીધોસાદો વ્યક્તિએ પોતાની સાઇકલ પુલની સાઈડમાં મૂકીને બેકારીથી કંટાળીને પગલું ભર્યું હશેની લોકોમાં ચર્ચાઓ દુઃખ સાથે જણાઈ જણાઈ આવી હતી…

રિપોર્ટ રાજુ કારીયા વીડીયા

IMG-20201118-WA0027-0.jpg IMG-20201118-WA0026-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *