▪ સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી, કારણ કે તે સડેલું માંસ ખાય છે, પરંતુ ગીધ સડેલું માંસ ખાઇને આપણી આસપાસના vxવાતાવરણને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે
▪આકાશમાં સૌથી ઉંચે ઉડતા આ ગીધ પક્ષીની સંખ્યા હાલમાં નહીવત છે. 1990 પછી તેની સંખ્યામાં ઉતરોતર ઘટાડો થતો જાય છે.
▪ મળતી માહિતી અનુસાર જ્યારે કોઈ પાલતુ પ્રાણી માંદુ પડે છે ત્યારે તેને ડાઈકલોફેનાક ( diclofenac ) નામની દવા આપવામાં આવે છે. પરંતુ જ્યારે તે પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે તેને ખુલ્લા મેદાનોમાં નાખવામાં આવે છે ત્યારે આ પ્રાણીને ગીધ ખાય છે અને તેના શરીરમાં રહેલી દવા પણ ગીધના પેટમાં જાય છે તેથી ગીધની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો થતો ગયો છે.
▪ વિશ્વમાં ગીધની 20થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જેમાંથી નવ જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે.
▪ ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં ગીધની સંખ્યા વધારે જોવા મળે છે.તેનો માળો ઉંચા વૃક્ષો કે પહાડોમાં પણ જોવા મળે છે માદા એકથી બે જેટલા ઈંડા મૂકે છે.
▪ ગીધ ખૂબ જ વિશાળ પક્ષી છે તેનું વજન 6 કિલોથી લઈને 9-10 કિલો સુધી હોઈ શકે છે. તેનું આયુષ્ય 30 વર્ષ કરતાં પણ વધારે છે.
▪ પ્રાણીનું માંસ ખાતી વખતે તેની ડોક અને માથા ઉપર પ્રાણીના બેક્ટેરિયા ચોટે નહી તે માટે તેની ડોક અને માથા ઉપર પીંછા હોતા નથી.
▪ પ્રાણીઓનું માંસ ખાતી વખતે તેના પગમાં પ્રાણીના બેક્ટેરિયા ચોટી જાય છે તેથી ગીધ પોતાના જ પગ ઉપર પેશાબ કરે છે, તેના પેશાબ માં રહેલું યુરિક એસિડ તેના પગને સ્વચ્છ રાખે છે.
ફોટો / અહેવાલ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.


