Gujarat

જૂનાગઢ જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ સાથે ઇ-શ્રમ અંગેની મિટીંગ યોજાઇ

અસંગઠિત શ્રમિકોની નોંધણી થાય અને યોજનાઓનો લાભ મળે તે માટે દરેક વિભાગના અધિકારીઓને સૂચના અપાઇ

જૂનાગઢ તા.૭ જૂનાગઢ અધિક જિલ્લા કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયાની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ સાથે ઇ-શ્રમ અંગેની મિટીંગ યોજાઇ હતી. જેમાં અસંગઠિત શ્રમિકોની નોંધણી થાય અને શ્રમિકોને સંલગ્ન યોજનાઓનો લાભ મળે તે માટે દરેક વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ સાથે ઇ-શ્રમ અંગેની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક જિલ્લા કલેક્ટર એલ.બી.બાંભણિયા, મદદનીશ શ્રમ આયુક્ત બી.એમ.પટેલ, સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જે.જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તથા ચીફ ઓફિસરની ઉપસ્થિતમાં યોજાયેલ ઇ-શ્રમ અંગેની મિટીંગમાં ઇ-શ્રમ પોર્ટલ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ જૂનાગઢ જિલ્લામાં ફાળવેલ લક્ષ્યાંક મુજબ મહત્તમ અસંગઠિત શ્રમિકોની નોંધણી થાય જેથી શ્રમિકોને સંલગ્ન યોજનાઓનો લાભ મળે તે હેતુથી દરેક વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *