Uncategorized

જૂનાગઢ તા.23.11.2020 જૂનાગઢ જિલ્લાના ખેડુતો માટે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડવાના ઉપાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળે તો ખેડુતો આ સમસ્યા માટે તકેદારીના પગલા લઇ શકે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા વિવિધ ઉપાયો સમજાવવામાં આવ્યા છે. જેનાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

જેમાં અગાઉ પુરા થઇ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફુલ, કળી અને જીંડવા ભેગા કરી સેન્દ્રીય ખાતર બનાવવા ઉપયોગ કરવો, કપાસનો પાક પૂર્ણ થતા તેના અવશેષો યાંત્રિક ઉપકરણ (શ્રેડર) થી ભુકો/ટુકડા બનાવી સેન્દ્રીય ખાતર બનાવવામાં ઉપયોગ કરવો. કપાસની કરાંઠીઓને કંકોડા કે બીજા વેળાવાળા શાકભાજી કે અન્ય હેતુ માટે આધાર તરીકે ઉપયોગમાં લેવી નહિ, કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટા-બકરા તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ફુલ તેમજ ખુલ્યા વગરના જીંવડા ચરી જતા હોય છે. જેથી ગુલાબી ઇયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય, કપાસની કરાંઠીઓ બળતર માટે ઉપયોગ કરતા હોઇએ તો આવા ઢગલોને પ્‍લાસ્ટીક કે શણના કંતાનથી ઢાંકીને રાખવા, બીજ ઉત્પાદન કરતા ખેડુતો ફુણનીકરણ વખતે નર ફુલની પાંખડીઓ તોડીને જમીન પર નાંખી દે છે. અને તેના ઉપર ગુલાબી ઇયળના ઇંડા હોય શકે. જ્યારે પરાગરજનો ઉપયોગ કરી તેને પણ ફેકી દે છે તેમના કરતા તેમનો વ્યવસ્થીત નિકાલ કરવો, કપાસમાં છેલ્લે અપાતુ પિયત બંધ કરવું અને પાકનો અંત લાવવો, મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફુંદા પકડાય તો કીટનાસકનો છંટકાવ કરવો, ઉપદ્રવની શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઇયળની નર ફુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા, કપાસના પાકમાં ફુલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફુલ-ભમરી/જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો, ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મી.લી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇ.સી. ૨૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇ.સી ૧૦ મી.મી અથવા વાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦મી.લી. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મી.લી અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મી.લી. અથવા એમોમેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્ટા મેથ્રીન ૧ ટકા ટ્રાયઝોફેસ ૩૫ ટકા ઇસી ૧૦ મી.લી. અથવા ક્લોરપાયરીફોસ ૧૬ ટકા આલ્ફાસાયપ્રમેથ્રીન ૧ ટકા ઇસી ૧૦ મી.લી. અથવા ફેનપ્રોપ્રેથ્રીન ૩૦ ઇસી ૧ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યું. પી.. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લીટર પાણી ભેળવી વારા ફરતી છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલી કરણ અધિકારી/ જિલ્લા ખેતિવાડી અધિકારી/ નાયબ ખેતિ નીયામકશ્રી નાયબ ખેતી નિયામક (તમામ) અથવા કિસાન કોબ સેન્ટર ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *