Uncategorized

જૂનાગઢ તા.23.11.2020 કેશોદ અને માળીયા તાલુકામાં માં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ ૪ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ : કેશોદ અને માળીયા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કેશોદના વોર્ડ નં.૩ના અશ્રયનાથ રોડ પર આવેલ ભાલજીભાઇ કરશનભાઇના ઘરથી મહેન્દ્રભાઇ કરૂણાશંકર પંડ્યાના ઘર સુધીનો વિસ્તાર, માળીયા તાલુકાના વાંદરવડ ગામના પાણીના ટાંકા પાસે બુડા ફળીયામાં આવેલ હરસુરભાઇ કારાભાઇ બુડાનું રહેણાંકી મકાન, કાણેક ગામના હરેશભાઇ કાળાભાઇ ઝણકાટનું રહેણાકી મકાન, ચોરવાડ ગામના રામાપીર મંદિરની બાજુમાં આવેલ અલમાતી સરવન ગુપ્તાનું રહેણાંકી મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જ્યારે કેશોદ વોર્ડ નં.૩અક્ષરનાથ રોડ પર આવેલ પ્રકાશ નરસિંહ કારા બુડાના રહેણાંકી મકાનની આજુબાજુ આવેલ તમામ રહેણાંકી વિસ્તાર, માળીયાના વાંદરવડના પાણીનાં ટાંકા પાસે બુડા ફળીયામાં આવેલઆવેલ હરસુરભાઇ કારાભાઇ બુડાના રહેણાંકી મકાનની આજુબાજુ આવેલ તમામ રહેણાકી વિસ્તાર, કાણેક ગામના હરેશભાઇ કાળાભાઇ ઝણકાટના રહેણાંકી મકાનની આજુબાજુ આવેલ તમામ રહેણાંકી વિસ્તાર, ચોરવાડના રામાપીર મંદિરની બાજુમાં આવેલ અલમાતી સરવન ગુપ્તાનાં રહેંણાકી મકાનની આજુબાજુ આવેલ તમામ રહેણાંકી વિસ્તાર(કન્ટેન્મેન્ટ સિવાયનો વિસ્તાર)ના મકાનો બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૪ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *