ભુજ
અકસ્માત રાપરના દેશલપર ગોળાઈ પાસે બની હતી. જેમાં ધોળાવીરથી પોતાના બનેવી અમરસી કોળી અને બે વર્ષની પુત્રી હેતલ સાથે માતાજીના દર્શન માટે રાપર તરફ આગળ વધી રહેલા બાઈક ચાલક ૨૮વર્ષીય દામજી જેસંગ કોળીને સામેથી આવતા છોટાહાથીએ હડફેટે લેતા બાઈક માર્ગ પર ફંગોળાઈ ગયું હતું અને ત્રણેય બાઈક સવાર માર્ગ પર પટકાયા હતા. જેમાં ચાલક યુવકનું તેમના બનેવી અને પુત્રીની નજર સામેજ મોત નીપજ્યું હતું. બનાવમાં બે વર્ષ ની હેતલ દામજી કોળીને હાથમાં ફેક્ચર સહિતની ઇજા પહોંચતા પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી જ્યાં ગંભીર ઈજાઓ હોવાથી સામખીયાળી મધ્યે રીફર કરાઈ હતી. ઘટનાની જાણ થતાં કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ તુલસીભાઇ ઠાકોર વગેરે રાપર સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને રાત્રે ઘટનાની જાણવા જાેગ બાલાસર પોલીસ મથકે ડોક્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી.રાપર તાલુકાના દેશલપર અને બાલાસર વચ્ચે છોટાહાથીના ચાલકે સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ વ્યક્તિ માર્ગ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં બાઈક ચાલક યુવકનું તેના બનેવી અને ૨ વર્ષની પુત્રી સામે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અને રડતી બાળકીને જાેઈ કરુણ દ્રષ્યો સર્જાયા હતા. કોળી સમાજના લોકો હતભાગીઓની મદદે પહોંચી ગયા હતા.


