Gujarat

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨  અનુસંધાને મતદારયાદી સુધારણા તેમજ મતદાન મથકોના પુનર્ગઠન અંગે બેઠક યોજાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ના અનુસંધાને મતદારયાદી સુધારણા તેમજ મતદાન મથકોના પુનર્ગઠન અંગેની બેઠક જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજના  ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં સંસદસભ્ય શ્રી, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તારીખ ૧/૧૦/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર માટે ૧૫૦૦ મતદારોને ધ્યાને લઇ મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગેની બેઠક યોજાઇ હતી. મતદાન મથક પુનર્ગઠન અંગે જૂનાગઢ જિલ્લાના વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી અધિકારીશ્રીઓ તરફથી મોકલવામાં આવેલ મતદાન મથકના મુસદ્દાની તારીખ૨૯/૬/૨૦૨૨ ના રોજ યાદી પ્રસિદ્ધી કરવામાં આવેલ. જેના અનુસંધાને સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તથા માન્ય રાજકીય પક્ષોના સલાહ અને સૂચનો મેળવવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જેમાં મતદાન મથક ફેરબદલી, સેકશન સુધારા ફેર બદલી જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન હાથ ધરી મતદાર યાદી ક્ષતિરહિત બનાવવા માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧/૧૦/૨૦૨૨ ની લાયકાતના સંદર્ભે જે વ્યક્તિને ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા કોઈ વ્યક્તિનું નામ મતદારયાદીમાં નોંધાવવાનું બાકી રહી જાય હોય તો તે પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *