Gujarat

જૂનાગઢ મહાનગપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા જનતાને પડી ભારે હાલાકી

મહાનગપાલિકાની પ્રી મોન્સુન કામગીરીમાં ગટર અને વોકળાની સફાઈનો અભાવ
સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. મેધમહેરથી જનતામાં એક તરફ આનંદ અને ખુશહાલી જોવા મળી રહી હતી તો બીજી તરફ જૂનાગઢમાં ઠેર ઠેર પાણી ભરાતા જનતામાં તંત્ર સામે આક્રોશ પણ વ્યકત કરવામાં આવી રહ્યો હતો.
જૂનાગઢ મહાનગપાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ માટે જનતાના  રૂપિયાનું ક્યાંક ધોવાણ થયું હોય અને નાણાં નકામા વેડફાય ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વોકળા અને ગટરની પણ સફાયની કામગિરી પણ યોગ્ય કરવા આવી ન હોવના ચિત્રો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢના વોકળા ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામને ખુલ્લું કરવામાં પણ તંત્ર ક્યાંક નાપાણું પુરવાર થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ખાસ કરીને ઝાંઝરડા રોડ પર શૈક્ષણિક સંકુલો અને ખાનગી હોસ્પિટલ પણ ઘણા આવેલ છે ત્યારે વિદ્યાર્થીઓને લેવા અને મૂકવા જતા વાહનોને તેમજ હોસ્પિટલે જતા દર્દીઓને ભારે હાલકી વેઠવી પડી રહી છે. જનતાને છેટ બે બે  કિલોમીટર દૂર રસ્તાઓ ફરી ફરી જવાની નોબત આવી રહી હતી. વરસાદના રોકાયા બાદ પણ પાણી ભરેલા જૂનાગઢના બન્ને અંડર બ્રિજમાં તો જાણે સ્વિમિંગપુલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ક્યાંક મોટરકાર તરતી જોવા મળે છે તો ક્યાંક ટુ વ્હીલરમાં પાણી ભરાતા બંધ પડી જવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.
જ્યારે સર્વત્ર વરસાદની હજુ તો સામન્ય શરુઆત થયેલ છે અને ગણતરીના દિવસો જ પસાર થયા છે ત્યારે બાકીના આગળના દિવસોમાં પરિસ્થતિ સુધરશે કે કેમ તેવા અનેક સવાલો જૂનાગઢની જનતામાં ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *