નવીદિલ્હી
દિલ્હીના શાહદરામાં કેન્ડલ માર્ચ કરી રહેલા ટોળાએ અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. લોકો એક મહિલાની હત્યા માટે ફાંસીની સજાની માંગ માટે ગાંધીનગરમાં કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા. આ દરમિયાન ભીડ અચાનક બેકાબૂ બની ગઈ હતી અને પોલીસ બેરિકેડ તોડીને આગળ વધી હતી. આ દરમિયાન પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે લાકડીઓનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ ટોળાએ પોલીસ પીસીઆર અને નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ સાથે ત્યાં પાર્ક કરાયેલા અનેક વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. હંગામો મચાવતા કેટલાક લોકો ગાંધી નગર પોલીસ સ્ટેશનમાં પણ ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. જાેકે બાદમાં પોલીસે મામલો સંભાળી લીધો હતો. હવે પોલીસ હંગામો મચાવનારા લોકોને પકડવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ શાહદરાના ડીસીપી સત્ય સુંદરમનું કહેવું છે કે હવે સ્થિતિ સામાન્ય છે અને ભીડને સ્થળ પરથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. આ કેન્ડલ માર્ચના આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેમણે ભીડને ઉશ્કેર્યા અને હંગામાને પ્રોત્સાહન આપ્યું. ટોળાએ અચાનક જ બેરિકેડ તોડીને પથ્થરમારો શરૂ કર્યો તો પોલીસે પહેલા લોકોને સમજાવવાની કોશિશ કરી પરંતુ ટોળાએ સાંભળ્યું નહીં. આ પછી પોલીસે હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. જાે કે આ દરમિયાન પણ કેટલાક લોકોએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. બાદમાં પોલીસે લાકડીઓ વડે ટોળાને વિખેરી વાતાવરણને કાબુમાં લીધું હતું.