કેરળ
કેરળની મહિલા મૌલી જૉયે વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે ૧.૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૭માં તે મલેશિયા અને સિંગાપોર ગયા હતા. તે પછીના વર્ષે તેમણે ઉત્તર ભારતની મુલાકાત લીધી. મૌલીનુ કહેવુ છે કે ભારતમાં ઘણા એવા રાજ્યો છે જ્યાં તેમને જવુ છે. તેમણે અત્યાર સુધી પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી નથી. વિદેશ પ્રવાસ ઉપરાંત મૌલી ભારતમાં પણ તેના પ્રવાસનુ આયોજન કરતા રહે છે. મૌલીની મનપસંદ સફર ૨૦૧૯માં થઈ હતી જ્યારે તે બીજી વખત યુરોપ ગયા હતા. તેમણે નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સનો પણ પ્રવાસ કર્યો. આ દરમિયાન એમ્સ્ટરડેમ માટે રોમ લક્ઝરી ક્રુઝની યાત્રા કરી. મૉલીએ ૧૫ દિવસના પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા અને ન્યૂ જર્સીની મુલાકાત લીધી હતી. રિયુઝેબલ કે ડિસ્પોઝેબલ સેનિટરી પેડઃ પીરિયડમાં મહિલાઓ માટે શું છે સારુ, આ બંનેમાં છે તફાવતરિયુઝેબલ કે ડિસ્પોઝેબલ સેનિટરી પેડઃ પીરિયડમાં મહિલાઓ માટે શું છે સારુ, આ બંનેમાં છે તફાવત કેરળના ઇરુમ્પનમના રહેવાસી મૌલી જૉય ચિત્રપુઝામાં સાધારણ કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ ૬૧ વર્ષના છે. તેમણે વિદેશ પ્રવાસમાં અત્યાર સુધીમાં લગભગ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં મોટાભાગની આવક દુકાનમાંથી જ થાય છે. વિસ્તારમાં તેમની દુકાન લુલુ મૉલ તરીકે ઓળખાય છે. આ દુકાન ૨૬ વર્ષ પહેલા મૌલી અને તેમના પતિએ શરૂ કરી હતી. મૌલીના પતિનુ ૧૮ વર્ષ પહેલા અવસાન થયુ હતુ. મૌલી અત્યાર સુધીમાં યુરોપ સહિત ૧૧ દેશોની યાત્રા કરી ચૂક્યા છે.કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતુ. બસ એને મનથી કરવાની જરૂર છે. જાે તમે પૂરા દિલથી પ્રયત્ન કરો તો કશુ જ અશક્ય નથી. કેરળની એક મહિલાએ આ સાબિત કર્યુ છે. પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરવા સાથે તેણે ભવિષ્ય માટે બચત પણ કરી અને ૧૧ દેશોનો પ્રવાસ કર્યો. મૌલી જૉય વિદેશ પ્રવાસ માટે અલગ બજેટ બનાવે છે. આ માટે તેમણે વધારે કામ કરવુ પડે છે. મૌલી કહે છે કે તે પ્રવાસ માટે એક્સ્ટ્રા કમાણી કરે છે. આ માટે તે અઠવાડિયાના છેલ્લા દિવસોમાં અને રજાના દિવસોમાં પણ દુકાન ખોલે છે. આ સિવાય મૌલી વિદેશ જવા માટે ચિટ ફંડ કંપનીની સ્કીમનો પણ સહારો લે છે. જ્યારે તેમની પાસે પૈસા ખતમ થઈ જાય ત્યારે તે સોનુ પણ ગીરવે મૂકે છે. જે પછીથી તે તેની દુકાનની કમાણીમાંથી પાછુ મેળવે છે.