Gujarat

  છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બાડવાવ ગામેથી કિ.રૂ.૨૯,૫૧૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે  એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓના સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે બાડવાવ ગામે રહેતા કલ્પેશભાઇ રમેશભાઇ રાઠવા નાઓના ઘરે પ્રોહી રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા છોટાઉદેપુર • પોલીસ સ્ટેશનમાં સી. પાર્ટ ગુ.ર.નં. ૦૬૪૯/૨૦૧૨ પ્રોહી એકટ ૬૫ એ ઇ મુબનો ગુનો નોંધાવી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220708-194808_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *