રૂબરૂમાં જાહેર કરી મારી જાહેરાત હકિકત લખાવું છું કે હું ઉપરના બતાવેલાં સરનામે મારા કુટુંબ પરીવાર સાથે રહી છુટકમાં મજુરી કામ કરી મારૂ જીવન ગુજરાન ચલાવું છું. ઓજડી ગામે રહેતાં મંગુભાઇ ચીમાભાઇ નાયકા નાઓની છોકરી નામે કૈલાશબેન સાથે આશરે ચારેક વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરી લીધેલ હતા. અમારે ત્રણ છોકરાં છે. જેમાં સૌથી મોટી છોકરી નામે સંગીબેન ઉ.વ. ૩ વર્ષની છે. તેનાથી નાની છોકરી અસ્મીતાબેન ઉ.વ. ૨ વર્ષ ની છે. અને સૌથી નાની છોકરી નામે જયશ્રીબેન ઉ.વ. ૧ ની છે. હું અભણ છું.
ગઈ તા.૦૩/૦૬/૨૦૨૨ ના રોજ બપોરના આશરે બે વાગ્યાના સુમારે મારી પત્ની નામે કૈલાશબેન મને કહેલ કે મારી બેન નામે લીલાબેનના ઘરે જલોદા ગામે બનેવી નામે બાબરભાઇ નાઓ બોલાવે છે તો મહેમાન તરીકે જઈને આવું છું. તેમ કહીને મારી પત્ની જલોદા ગામે ગયેલ હતી. જે મારી પત્ની મોડા સુધી ઘરે પરત ન આવતા હું બીજા દિવસે તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારના આશરે નવેક વાગ્યાના સુમારે મારા સાળુ ભાઇ બાબરભાઇ જાલીયાભાઇ નાયકા નાઓના ઘરે જલોદા ગામે ગયેલ. અને ત્યાં મારી પત્ની કૈલાશ જોવા ન મળતા મારી સાળી-સાળુ ભાઇને કૈલાશ વિશે પુછતાં તેઓ મને જણાવેલ કે આજરોજ રાત્રે અમારા ઘરે રોકાયેલ અને સવારે આશરે સાતેક વાગ્યાના સુમારે ઘરની બહાર આંગણામાં ગયેલ હતી. અને આશરે આઠેક વાગ્યાના સુમારે અમો પણ ઘરની બહાર ગયેલ તો અમોને કૈલાશ જોવા મળલે નહીં. અમારા ઘરેથી અમોને કાંઈપણ કહ્યા વગર ક્યાંક જતી રહેલ તો અમોએ એવું વિચારેલ કે તેના ઘરે ગઈ હશે. તેમ મને કહેતાં મારી પત્ની કૈલાશબેનની આજુબાજુ તથા અમારા સગા સબંધીઓમાં તપાસ કરેલ પરંતુ આજદિન સુધી મળી આવેલ નહી. જે આ મારી પત્ની ક્યાં જતી રહેલ છે તેની અમોને ખબર નથી. આ મારી પત્નીની ઉ.વ. ૨૩ વર્ષની છે. બદનમાં લાલ- કાળા કલરની ઓઢણી, લાલ કલરનો ચણીયો તથા લીલા કલરનું બ્લાઉઝ પહેરેલ છે. રંગે ઘઉં વર્ણની છે. તથા ડાબા ગાલ ઉપર જુના કાળાશ પડતા ડાઘના નિશાન છે, જે અભણ છે. જે મારી પત્ની કૈલાશબેન તે દિનેશભાઇ પારસીંગભાઇ નાયકા ઉ.વ. ૨૩ રહે. ઓડ, વાંકી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાની તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારના આશરે કલાક. ૦૭/૦૦ વાગ્યાથી જલોદા ગામેથી કયાંક જતી રહી ગુમ થયેલ હોઇ જેની આજદિન સુધી શોધખોળ કરતા મળી આવેલ નહી જેથી તેની તપાસ થવા આજરોજ જાહેરાત આપવા આવેલ છે તો તપાસ થવા મારી જાહેરાત છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


