Gujarat

ખેડા જિલ્લામાં કોંગ્રેસના હોદ્દેદારોના રાજીનામા બાબતે અમિત ચાવડાની પ્રતિક્રિયા

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લામાંથી ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કઠલાલ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે જે બાબતે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રદેશ પુર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે સંસ્થા મોટી છે વ્યક્તિ નહી સંસ્થા કોઈ જવાબદારી આપે ત્યારે તેની ક્ષમતા કરતા સંસ્થાની ઓળખના કારણે મોટુ નામ અને પદ મળતુ હોય છે.કોઈ વ્યક્તિઓ પોતાના હિત કે લાભ માટે સંસ્થા છોડી બીજે જવાની વાત કરતા હોય પણ સંસ્થા એનાથી વિચલિત થતી નથી.સંસ્થા નવા લોકોને તક આપશે અને રાજીનામાના કારણ બાબતે તેઓએ જણાવ્યુ કે તેનુ કારણ રાજીનામુ આપનારને પૂછવુ પડે સંસ્થા થી પદ,ઓળખ અને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળી હોય તેવી સંસ્થા કેમ છોડી તે સંસ્થા છોડનાર ને પુછવુ પડે તેમ અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *