નવીદિલ્હી
વસ્તી વિસ્ફોટ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશો માટે જટિલ સમસ્યા બની ગઈ છે. વિશ્વના વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં જે દરે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ચિંતાપ્રેરક બાબત છે. પૃથ્વી ઉપરના કુદરતી સંપત્તિના જથ્થામાં વધારો થતો નથી પણ તેના વપરાશકર્તાઓની સંખ્યા પ્રમાણમાં વધી રહી છે દુનિયાના વિકાસશીલ દેશોમાં બહોળા પ્રમાણમાં વસ્તી વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં તો વસ્તી વિસ્ફોટના દરના પ્રમાણમાં વધારો થયો છે. દેશના કેન્દ્રિય નાણાં મંત્રી ર્નિમળા સીતારમણે સંસદમાં વર્ષ ૨૦૧૮ – ૧૯ની આર્થિક સમીક્ષા રજુ કરતા કહ્યું હતું કે, આવનારા દસ વર્ષ દરમિયાન દેશની વસ્તીમાં ઘટાડો જાેવા મળશે તેમજ વર્ષ ૨૦૩૧ થી ૨૦૪૧ સુધીમાં લગભગ શૂન્ય થઇ જશે. વસ્તી વધારાના આ મુદ્દાને લઇને ચિંતા વ્યકત કરી છે કે, ૦-૧૯ વર્ષના યુવાનોની સંખ્યા વર્ષ ૨૦૧૧ માં ૪૧% હતી, જયારે વર્ષ ૨૦૪૧માં ઘટીને ૨૫ % થઇ જશે. અંદાજે ૮ કરોડ ૩૦ લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાય છે. વિશ્વની વસ્તી વર્ષ ૨૦૩૦ સુધીમાં લગભગ ૮ અબજ ૬૦ લાખ સુધી પહોંચી જશે. વસ્તી વધારાને કારણે ભારત દેશમાં ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની તંગી જેવી અનેક સમસ્યાઓ જન્મી છે. વસ્તી વધારાના લીધે ગામડાંઓ ભાગી રહ્યા છે અને શહેરીકરણમાં અનહદ વધારો થઈ રહ્યો છે તે કેવળ એક દેશનો નહીં પણ વૈશ્વિક પ્રશ્ન બન્યો છે. વસ્તી વધારાથી રહેણાંકની જમીન માટેની સમસ્યા વિકટ બની છે સાથે સાથે ખેતીલાયક જમીનમાં પણ નિરંતર ઘટાડો થતો ગયો છે ખેતીલાયક જમીન ઘટવાથી ઉત્પાદનમાં પણ સતત ઘટાડો નોંધાયો છે જેથી કેટલાક દેશોમાં તો ભૂખમરાની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેને કારણે માણસની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની માંગ ખૂબ વધે છે તેથી તેની સામે તેના પુરવઠાની અછત ઊભી થઈ છે, પરિણામે સામાજિક અવ્યવસ્થા જેવા પ્રશ્નો ઉદભવ્યા છે. વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેવા કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક અને વેગવાન બનાવવા જરૂરી છે. જાે કે ભારત દેશ વિશ્વમાં સૌ પ્રથમ ૧૯૫૨માં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં પહેલ કરી હતી વસ્તી વધારાને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦ સુધીમાં વસ્તી વધારો કરવાના ઉદ્દેશ સાથે નવી રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી છે વર્ષ ૨૦૪પ સુધીમાં વસ્તી વધારાને સ્થિર કરવાના ઉદ્દેશ સાથે નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલમાં મૂકી છે. આ રાષ્ટ્રીય વસ્તી નીતિના ઉદ્દેશોને સિદ્ધ કરવા ૧૪ વર્ષની ઉંમર સુધીનું શાળા શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવું, પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષણ સ્થગિતતાનું પ્રમાણ ઘટાડવું અને પ્રસુતા મરણ બતાવો છોકરીઓની લગ્ન ૧૮ વર્ષ પછીની કરવા પ્રોત્સાહન પુરૂં પાડવું તથા નાના કુટુંબના સૂત્ર સાથે પરિવાર નિયોજન અંગેની જાગૃતિ માટે પ્રચાર-પ્રસારની સાથે પરિવાર નિયોજનના સાધનની સાવર્ત્રિક ઉપલબ્ધિ જેવા પગલાં લેવાનું આયોજન કરવું જરૂરી છે. ગુજરાત રાજ્યમાં પણ વસ્તી નિયંત્રણ માટે જન્મનું પ્રમાણ ઘટાડવા પ્રચાર ઝુંબેશ, લોક શિક્ષણ વગેરે દ્વારા કુટુંબ નિયોજનની યોજનાઓનો અમલનો અમલ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ સ્ત્રી-પુરુષ નસબંધીના પ્રોત્સાહક પગલાં ઉપરાંત ગ્રીનકાર્ડ, દીકરી રૂડી સાચી મૂડી, રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા પત્રો જેવા પ્રોત્સાહન પગલાં લેવામાં આવી રહ્યા છે. વિશ્વ વસ્તી વિષયની સાથે જન્મનો ફાળો પણ અતિ મહત્વનો છે. જેના દ્વારા સમગ્ર વિશ્વની માનવ સંખ્યામાં થતા ફેરફારોને જાણી શકાય છે રાજ્યમાં જન્મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ જન્મ મરણ નોંધણી માટે છે તેમાં જન્મની ઘટના ૧૪ દિવસની અંદર અને મરણની ઘટના સાત દિવસની અંદર નોંધાવવાની હોય છે જે કાયદાકીય રીતે ફરજિયાત છે.૧૧ મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ એટલે કે “ઉર્ઙ્મિઙ્ઘ ર્ઁॅેઙ્મટ્ઠંર્ૈહ ડ્ઢટ્ઠઅ” તરીકે ઓળખવામાં આવે છે. સાંપ્રત સમયમાં વિશ્વમાં વસ્તી-વધારાની સમસ્યા ઘણી વધી રહી છે. જેને કારણે કેટલીક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. વિશ્વમાં વસતી વધારાની સમસ્યા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા વધતી જતી વસ્તી પર અંકુશ લાગી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા ઈ.સ ૧૯૮૯થી વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.


