Gujarat

અમદાવાદમાં ૨૩ વર્ષીય પરિણીતાને આધેડે બિભત્સ ચેનચાળા કરતા ફરિયાદ

અમદાવાદ
અમદાવાદ શહેરના પથ્થર કુવા વિસ્તારમાં ૨૩ વર્ષીય પરિણીત યુવતી પતિ તથા સાસુ,સસરા અને તેના બાળક સાથે રહે છે. યુવતી ઘરે હાજર હતી ત્યારે તેમના પરિવારનો પરિચિત રાજુ નામનો આધેડ તેની પાસે આવ્યો હતો.રાજુએ યુવતીના ઘર પાસે આવીને તેના સાસુ વિશે પૂછ્યું ત્યારે સાસુ ના હોવાનું કહેતા રાજુ જતો રહ્યો હતો. ત્યાર બાદ ૧૫ મિનિટ બાદ ફરીથી રાજુ યુવતીના ઘરમાં ઘુસી આવ્યો હતો.યુવતી રસોડામાં રસોઈ કરતી હતી ત્યારે અચાનક જ પાછળથી રાજુએ યુવતીના બંને ગાલ પકડી લીધા હતા. રાજુએ યુવતીના ગાલ દબાવીને ફલાઈંગ કિસ આપી હતી.રાજુએ કાંડા ઘડિયાળ બતાવી હતી અને યુવતીને કહ્યું કે તારા સારા માટે લાવ્યો છું. આટલું કહીને રાજુએ ઘડિયાળ યુવતીના જમણા હાથમાં મૂકીને હાથનો સ્પર્શ કર્યો હતો.યુવતીએ કહ્યું કે તમે મારા બાપની ઉંમરના છો તો રાજુએ પેન્ટની ચેન ઉતારી યુવતીની લાજ લેવાના ઈરાદાથી બીભત્સ ચેનચાળા કરવાના શરૂ કર્યા. યુવતીએ રાજુને ધક્કો મારી દીધો હતો ઘરની બહાર નીકળવા પ્રયત્ન કર્યો હતો તે પહેલાં રાજુ ઘરની બહાર નીકળી ગયો હતો. આ અંગે યુવતીએ સસરા અને પતિને જાણ કરીને કારંજ પોલીસ સ્ટેશન પહોંચીને રાજુની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યાં છે. હવે મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી નથી. શહેરમાં અનેક વખત એકલતાનો લાભ લઈને ઘરમાં ઘુસીને મહિલાઓની લાજ લેવાની કોશિષ થતી રહે છે. ત્યારે ફરીવાર આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં રહેતી એક પરિણીત યુવતીની તેના પરિચિત એક આધેડે ઘરમાં ઘૂસીને છેડતી કરી છે. આધેડે ઘરમાં ઘૂસીને યુવતીના ગાલ પકડી લીધા હતા. બાદમાં તેને ફલાયિંગ કિસ કરી હતી.આટલેથી નહીં અટકતાં પેન્ટની ચેન ખોલીને ચેનચાળા પણ કર્યા હતા. જેથી યુવતીએ ધક્કો મારતા આધેડ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *