*ધારી તાલુકાના યુવા આગેવાન અને ભાજપ અગ્રણી શ્રી અતુલભાઈ બી. કાનાણીને અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે નિમણૂક થતા તેઓને જીલ્લા ભરના કાર્યકર્તાઓએ આવકારે છે, ધારી તાલુકા ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ, ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને શ્રી સરદાર પટેલ સ્મૃતિ ટ્રસ્ટના ચેરમેન શ્રી અતુલભાઈ કાનાણી નાનપણથીજ ભાજપના ભગવા રંગે રંગાયેલા છે, ધારી તાલુકા યુવા ભાજપના કાર્યકર્તા તરીકે સંગઠનની સફળ કામગીરી કરીને તાલુકા યુવા ભાજપ અને જીલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે કાર્યરત રહીને સફળ કામગીરી કરેલ, ધારી તાલુકા ભાજપના બે ટર્મ સુધી મહામંત્રી પદે રહીને સંગઠનને મજબૂત બનાવીને ગામડાઓમા કાર્યકર્તાઓને સક્રિય રાખ્યા હતા. અનેક સામાજિક સંસ્થાઓ સાથે કાર્યરત રહીને દરેક જ્ઞાતિના આગેવાનો અને લોકો સાથે સંબધ ધરાવતા ધારી તાલુકામા અજાત સત્રુ રાજકીય કાર્યકર્તા તરીકે નામના મેળવનાર શ્રી અતુલભાઈ કાનાણીની કામગીરીના કદર રુપે જીલ્લા ભાજપ સંગઠનમા ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરાઈ
રીપોર્ટર પરતાપભાઈ વાળા ગોપાલ ગ્રામ


