Maharashtra

નોરા ફતેહી અને ટેરેન્સ લુઈસનો ડાન્સનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો

મુંબઈ
નોરા ફતેહી જ્યારે પર સ્ટેજ પર આવે છે તો આગ લગાવી દે છે. આ વખતે પણ તેણે એવું જ કંઇક કર્યું છે. નોરા રિયાલિટી શૉ ‘ડાન્સ દીવાને જૂનિયર્સ’નાં સેટ પર ડાન્સ કરે છે તો સ્ટેજ પર આગ લગાવી દે છે. આજુ બાજુ મસ્તીનો માહોલ બની જાય છે. નોરાને સ્ટેજ પર જાેરદાર ડાન્સ કરતાં જાેઇ ટેરેન્સ લુઇસ પોતાને રોકી શક્યો નહીં અને તે પણ સ્ટેજ પર ચઢી ગયો હતો. નૌરાની નજીક આવીને ડાન્સ કરવાં લાગે. આ બાદ કંઇક એવું થયું કે, ટેરેન્સે નોરાને અચાનક જ ઉચકી લીધી. નોરા અને ટેરેન્સનાં ડાન્સે શું માહોલ બદલી દીધો કે ટ્રોલેરસોને ટ્રોલ કરવાનો જાણે મોકો મળી ગયો હોય અને નોરા અને ટેરેન્સનાં ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. પિંક સાડી સાથે પહેર્યું રિવીલિંગ બ્લાઉઝ- ડાન્સ દીવાને જૂનિયર્સનો આ વીડિયોમાં નોર ફતેહી ફર વાળું ડીપનેક બ્લાઉઝની ઉપર સાડી લપેટી પહોંચી. આ સાડીમાં નોરા એટલી સુંદર લાગતી હતી કે તેનાંથી નજર હટાવવી મુશ્કેલ થઇ રહી છે. આવી રીતે થઇ ડાન્સની શરૂઆત- કોરિયોગ્રાફર ટેરેન્સે કહ્યું કે અમારી પાસે ડાન્સ નોરામાં એક મહાન કલાકાર છે અને વર્તિકામાં કોરિયોગ્રાફર છે. આ બંનેનો ડાન્સ એકસાથે ચોક્કસ બને છે. ટેરેન્સ કહેતાં જ નોરા અને વર્તિકા સ્ટેજ પર પહોંચી ગયા અને ‘પ્યાર દો’ ગીત પર જાેરદાર ડાન્સ કરવા લાગ્યા. બંનેએ સ્ટેજ પર એટલો જાેરથી ડાન્સ કર્યો કે ટેરેન્સ પણ પોતાને રોકી શક્યો નહીં અને બંનેને સપોર્ટ કરવા સ્ટેજ પર પહોંચી ગયો.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *