વડિયા ના કૃષ્ણપરા વિસ્તારની મહિલાઓ અને સદસ્યોં દ્વવારા આ વિસ્તારમાં કોઈ મરણ થાય ત્યારે હિન્દૂ સમાજ ની પરંપરાગત વિધિ મુજબ મહિલાઓ ને સમૂહ સ્નાન કરવા માટે અનેક સમસ્યાઓ સામે આવતી હોવાથી આ બાબત ની રજુવાત ગ્રામપંચાયત ના સરપંચ દંપતી રમાબેન અને
છગનભાઇ ઢોલરીયા ને કરતા તેમના દ્વવારા તાલુકા પંચાયત માં સ્નાન ઘાટ બનાવવા ની માંગણી મુકતા કુંકાવાવ તાલુકા પંચાયત દ્વવારા આયોજન માં 15%વિવેકાઘીન ગ્રાન્ટ માંથી 3લાખ ફાળવતા ગ્રામપંચાયત દ્વવારા ત્રણ લાખ ના ખર્ચે આ કૃષ્ણપરા માં બિલેશ્વર મંદિર ની બાજુમાં સુરવો નદીના કિનારે સ્નાન ઘાટ બનાવવા માં આવતા તેનું લોકાર્પણ વડિયા ના સરપંચ રમાબેન ઢોલરીયા, ઉપ સરપંચ છગનભાઇ, સદસ્ય અખ્તરબેન ડોડીયા, આસપાસ ના વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ અને બીલેશ્વર મંદીર ના સંત સહીત ના લોકો ની હાજરી માં આ સ્નાન ઘાટ આજે ખુલ્લો મુકવામાં આવતા કૃષ્ણપરા વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ નો વર્ષો જૂનો પ્રશ્ન દૂર થતા આનંદ ની લાગણી છવાઈ હતી. સરપંચ દંપતી દ્વવારા થતા ગામ ના વિકાસના કામો ને મહિલાઓ અને સંતોએ બિરદાવ્યા હતા.



