Gujarat

સરકારે આદિવાસીઓ સાથે ખૂબ મોટો અન્યાય કર્યો

સુરત
૨૦૧૭માં પેસા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગ્રામસભાને સત્તા આપવામાં આવી હતી. તેનાથી તેને દૂર કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર કોઈ સરકારી પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવતો નથી. જમીન આધિગ્રહણ કે અન્ય બાબતોની મંજૂરી માટે ગ્રામસભાની મંજૂરીની જરૂર હોય છે. ગુજરાતમાં પેસા એક્ટમાં ગ્રામસભાને કોઈ સત્તા આપવામાં આવી નથી. પેસા એક્ટ ૧૯૯૬ મુજબ જ લાગુ કરવામાં આવવો જાેઈએ. કોંગ્રેસ શાસિત રાજ્યો છે જ્યાં પેસા એક્ટમાં ગ્રામસભાને સૌથી વધુ સત્તા આપવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસીઓના હિતનો વિચાર કરવો જરૂરી છે. આદિવાસીઓ ખૂબ જ સંઘર્ષથી પોતાનું જીવન જીવી રહ્યા છે. માત્ર મોટા મોટા પ્રોજેક્ટની વાતો કરીને જમીન સંપાદન કરીને ભવિષ્યમાં આદિવાસીઓ માટે ખૂબ સારું થશે એવા ખોટા વાયદાઓ સરકાર આપી રહી છે. જંગલ જમીનના કાયદાઓને લઈને આદિવાસીઓને નુકસાન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર જંગલ જમીનને લઈને નવા કાયદાઓ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં લોકસભાની અંદર જંગલ જમીનને કાયદો પસાર થવા જઈ રહ્યો છે. તેને લઈને અત્યારથી જ આદિવાસીઓમાં ચિંતા દેખાઈ રહી છે. અંબાજી ધામ યાત્રા એક્ટ આદિવાસીઓના ૮ ગામોનો વિસ્થાપન નક્કી કરવામાં આવ્યું છે. અંબાજી માતાના યાત્રાધામના નામે આદિવાસીઓ અને ત્યાં વિસ્થાપિત કરે તેવી શક્યતા છે. કેવડિયામાં જે પ્રકારે નોટિફિકેશન એરીયા બનાવવામાં આવ્યો છે. એવી જ રીતે જાે અંબાજી ધામ યાત્રા એક્ટ હેઠળ નોટિફિકેશન એ જ બનાવી દેવામાં આવશે તો આદિવાસીઓ સાથે મોટો અન્યાય થશે. આદિવાસીઓ ઉપર વિસ્થાપન કરવાનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં મળેલી પ્રદેશ કારોબારીમાં આદિવાસીઓને રીઝવવા માટેની રણનીતિ નક્કી કરી છે. સરકારે જે પ્રકારનું પાંચ વર્ષથી શાસન આપ્યું છે અને તેમાં આદિવાસીઓ સાથે જ અન્યાય થયો છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા છે અને માટે જ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે તેમને મનાવવા માટેના અનેક કાવાદાવા કરી રહી છે. માત્ર રાષ્ટ્રપતિને આદિવાસીમાંથી લેવા અને આદિવાસીઓના દિલ જીતવા માટે પૂરતું નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આદિવાસીઓના ઉત્થાન માટે નક્કર કામગીરી કરવી પડશે. વારંવાર આદિવાસીઓને ગેરમાર્ગે દોરનાર ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ પાઠ ભણાવી દેશે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *