Gujarat

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે શાળા-કોલેજાે બંધ

અમદાવાદ
અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે ૨ વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં વિસ્તારમાં ૧૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઈન્કમટેક્સ, આશ્રમ રોડમાં ૧૪ ઈંચ, બોડકદેવ-વસ્ત્રાપુરમાં ૧૨ ઈંચ વરસાદ નોંધાયો છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. શહેરમાં હાલમાં વરસાદ બંધ થયો છે. રવિવારે સવારે ૬ વાગ્યાથી સોમવાર સવારે ૫ વાગ્યા સુધી અમદાવાદના પાલડીમાં સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. દાણીલીમડામાં લગભગ તમામ સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી છે. છેલ્લા ૩ દિવસમાં સિઝનનો ૩૦ ટકા વરસાદ થયો છે. નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઈ જતા બીઆરટીએસ રુટ પણ બંધ કરી દેવો પડ્યો છે. અમદાવાદમાં અતિ ભારે વરસાદને પગલે વાસણા બેરેજના ૧૯, ૨૦, ૨૧, ૨૨ અને ૨૩ નંબરના દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. વળી, મકરબા, પરિમલ, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં ભારે વરસાદને લઈને વિકટ પરિસ્થિતિ સર્જાતા શાળા અને કૉલેજાેમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્યો જાેગ પત્ર મોકલ્યો હતો. સાવચેતીના ભાગ રુપે શાળા કૉલેજાે બંધ રાખવા માટે આ ર્નિણય લેવાયો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે સાંજે શરુ થયેલા ધોધમાર વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલ રુમમાં પહોંચ્યા હતા અને વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *