Gujarat

 યુવા ધનને બચાવવા માટેના તમાકુ નિયંત્રણ કાયદા કોટપામાં સુધારો અમલમા મુકો – લાંબા સમયથી બાકી છે . – દેશના યુવાનોની તમાકુ નિયંત્રણ – કોટપા એકટમા સુધારો થવા વડાપ્રધાનશ્રી અને કેન્દ્રના આરોગ્ય પ્રધાનશ્રી પાસે લેખીતમા માંગણી .

 તમાકુ ભારતમા મૃત્યુ અને રોગના મુખ્ય કારણોમાંનું એક કારણ છે . તમાકુ ઉત્પાદનો દર વર્ષે લગભગ ૧.૩૫ મિલિયન લોકોના મૃત્યુ માટે જવાબદાર છે . ભારતમા લગભગ ૨૭ % કેન્સર તમાકુના સેવનને કારણે થાય છે . તમાકુનું ધૂમ્રપાન એ ઘણા શ્વાસન ચેપ માટે જાણીતું જોખમી પરિબળ છે . કોવિડ –૧૯ સહિતના શ્વસન રોગોની તીવ્રતામા વધારો કરે છે . તમાકુનો ઉપયોગ કેન્સર સિવાય ડાયબિટીસ અને લોહીના ઉંચા દબાણ જેવી બિમા ૨ીઓને વધુ ખરાબ કરે છે . માન.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રી દ્વારા તાજેતરમા બહાર પાડવામા આવેલા ગ્લોબલ યુથ ટોબેકો સર્વે મુજબ , ૧૩–૧૫ વર્ષની વયના લગભગ પાંચમા ભાગના વિદ્યાર્થીઓ ભારતમા તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ કરી રહયા છે . દેશના વિદ્યાર્થીઓના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમા બહાર આવ્યું છે કે ૩૮ % સીગારેટ , ૪૭ % બીડી અને ૫૨ % મ્રપાન રહિત તમાકુ વપરાશકારોએ તેમના ૧૦ મા જન્મદિવસ પહેલા આ ટેવ અપનાવી લીધી હતી . યુવાનોમા તમાકુ લેવાની ( દીક્ષા ) ઉંમર હવે ૮-૯ વર્ષ નોંધાઈ છે . દેશ માટે મ્રપાન રોગોની આરોગ્ય સંભાળના ભારતને રૂા .૫૬.૭ અબજ દર વર્ષે ખર્ચવા પડે છે . આમ દેશનો વિકાસ અટકે છે . બહુ આધાતજનક બાબત એ છે કે તમાકુ કંપનીઓ કિશોરોને નિર્લજજપણે નિશાન બનાવી રહી છે , સીગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોનું સેવન કરવા માટે વિવિધ રીતે લલચાવી રહેલ છે . આજના ડિજિટલ યુગમા જયારે આપણા બાળકો અને યુવાનોને વિવિધ ડિજિટલ અને ઓટીટી માધ્યમોનો સામનો કરવો પડે છે . જે મપાન અને તમાકુના વપરાશને પ્રોત્સાહન આપે છે . દેશના યુવા ધનને તમાકુના દુષણથી બચાવવા માટે કડક કાયદો હોવો ખૂબજ જરૂરી છે . હાલમા વર્તમાન કાયદાઓને સુધારવા અને તંદુરસ્ત ભારત માટે દંડની વધુ મજબુત જોગવાઈઓ કરવી અત્યંત આવશ્યક છે . ભારતમા , ૨૦૦૩ મા સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટસ એકટ ( કોટપા ) તમાકુ નિયંત્રણ અમલમા છે . આ કાયદામાં ખામીઓ સ્પષ્ટ થઈ ગઈ છે અને તેના અસરકારક અમલીકરણમા એક મોટો પડકાર સાબિત થયો છે . ધૂમ્રપાન ક૨વાની હાલની ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવી જરૂરી છે . કાયદાના ઉલ્લંઘન બદલ દંડમાં વધારો કરવો , વેંચાણના સમયે તમામ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ મુકવો , સિગારેટની સિંગલ સ્ટીકના વેચાણ પર પ્રતિબંધ મુકવો અને ધુમ્રપાન કરવાના વિસ્તારો ૫૨ પ્રતિબંધ મુકવો જરૂરી છે . …
[12/7 10:47 AM] bhupatmaharaj1: આગામી તા .૧૮ / ૦૭ / ૨૨ થી મળનાર લોકસભા / રાજયસભાના ચોમાસુ સત્રમા કોટપા એકટમા દેશને આર્થિક બરબાદીમાંથી બચાવવા અને યુવાનોને બચાવવા સુધારાને પાસ કરો તેવી શ્રી રાજુભાઈ કોટડીયા , શ્રી મનોજભાઈ કોટડીયા , શ્રીમતિ દિપાબેન કોરાટ , શ્રી મેહુલભાઈ પટેલ , શ્રી મયુરભાઈ પટેલ , શ્રી દિલીપકુમાર જૈના , શ્રી નરેન્દ્રભાઈ બારોટ , શ્રી સાજીદભાઈ ખેતાણી , શ્રી જય મસરાની , શ્રી અઝીમખાન પઠાણ , શ્રી ધવલભાઈ અઘરા , શ્રી કમલેશભાઈ મકવાણા વિગેરે યુવાઓએ લેખીતમા માંગણી ઈલેકટ્રોનીક અને પ્રિન્ટ મીડીયાથી કરેલ છે . જેમા સહયોગ આપવા યુવાનોએ આમજતાને વિનંતી કરેલ છે . ભારત સરકારે ૧ , જાન્યુઆરી , ૨૦૨૧ ના રોજ સીગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો ( જાહેરાત પર પ્રતિબંધ અને વેપાર અને વાણિજય , ઉત્પાદન , પુરવઠા અને વિતરણના નિયમન ) ( સુધારા ) બિલ , ૨૦૨૦ ૨ જુ કર્યું હતું . બિલના મુસદા પર જાહેર ટિપ્પણીઓ મંગાવવામાં આવી હતી . ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જો તમાકુના સેવન અને તેનાથી સંબધિત આર્થિક , સામાજીક અને મૃત્યુના બોજને રોકવા માંગતા હોય તો તાત્કાલિક સંસદમાં બિલ ૨ જુ ક ૨ વાની જરૂર છે . આજની પરિસ્થિતમા ભારત જેવા યુવા રાષ્ટ્ર માટે તમાકુ મુકત પેઢી હોવી એ સૌથી મોટો પડકાર છે . એક યુવાન કાર્યકર અને વ્યવસાયે હિમાયતી તરીકે મેં જોયું કે હાલના કોટપા કાયદામા છટકબારીઓ છે , જેને યુવા પેઢીને તમાકુના દુષ્ણથી બચાવવા માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે .
રીપોર્ટર,ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

IMG-20220712-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *