જય જલારામ…. જય વીરબાઈ માં….
આપણે બધા જ જાણીએ છીએ એ મુજબ પૂજ્ય સંત શ્રી જલારામ પુરા વિશ્વ માટે પૂજનીય છે. અને તેના પરચા પણ ઘણા બધા સાંભળ્યા જ છે. પરંતુ કહેવાય છે ને પત્ની એ પતિ ની અર્ધાંગિની કહેવાય છે. તો પૂજ્ય શ્રી જલારામ બાપા ના ધર્મપત્ની એવા વીરબાઈ માં પણ એટલા જ પૂજનીય છે. તો માતા ને પણ પૂજનીય બનાવવા ના હેતુસર ખંભાલીયા ના જય દ્વારકાધીશ પૂનમ ગ્રુપ દ્વારા અહીંના વિશ્વનાથ વૈધપાઠશાળા ના સ્થાપક અને સંચાલક શ્રી એવા ભાગવત કથાકાર મગનભાઈ રાજ્યગુરુ કે જે બાપજી ના નામ થી પ્રખ્યાત છે તેમના વડત્રા ગામ ખાતે ની આ વૈધપાઠશાળા ખાતે વીરબાઈ માતા ના મંદિર બનાવવા માટે નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેના સંદર્ભ આજે એક અગત્યની મિટિંગ કરવામાં આવી હતી. અને હવે પછી આ મંદિર બનાવવા માટે કેવી રીતે આગળ વધવું એ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પરમ પૂજ્ય બાપજી દ્વારા ઉપસ્થિત તમામ સ્વયંસેવક નું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત આ પ્રસ્તાવ ને પૂજ્ય બાપજી સ્વીકૃત કરતા જ જય દ્વારકાધીશ પૂનમ ગ્રુપે ધન્યતા અનુભવી હતી.. તો હવે આપણે સર્વ પણ આ મંદિર નું કાર્ય સુપેરું રીતે વ્હેલી તાકે ચાલુ થાય એવી પ્રાર્થના કરીએ…..
રિપોર્ટર વિતલ પીસાવાડિયા




