Maharashtra

ઉદ્ધવ ઠાકરેએ એનડીએ ઉમેદવાર દ્રોપર્દી મુર્મૂને સપોર્ટ કરવા માટે તૈયાર થઇ ગયા

મહારાષ્ટ્ર
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સપોર્ટ કરવાનું મન બચાવી ચૂક્યા છે. ઉદ્ધવનો આ ર્નિણય ચોંકાવનારો છે કારણ કે શિવસેનાના સાંસદ સંજય રાઉત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના પક્ષમાં હતા. જ્યારે શિવસેનાના કેટલાક સાંસદો દ્રોપદી મુર્મૂનું સમર્થન કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ એનડીએ ઉમેદવાર દ્રોપર્દી મુર્મૂને સપોર્ટ કરવા માટે તૈયાર થઇ ગયા છે. એટલે કે તેમણે સંજય રાઉતની સલાહને ફગાવતા પાર્ટીના સાંસદોની વાત માની લીધી છે. ગત રોજ શિવસેનાની બેઠક મળી હતી. જેમાં પાર્ટીના ૧૯માંથી ૧૧ સાંસદો પહોંચ્યા હતા. જેમાં મોટાભાગના સાંસદોએ ઉદ્ધવને અપીલ કરી હતી કે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂનું સમર્થન કરે. જ્યારે સંજય રાઉતનું કહેવું છે કે શિવસેનાએ યશવંત સિન્હાનો સપોર્ટ કરવો જાેઈએ. આ મુદ્દા અંતિમ ર્નિણય ઉદ્ધવ ઠાકરેએ લેવાનો છે. જ્યારે દ્રોપદ્રી મુર્મૂને સમર્થનવાળી વાત સામે આવી છે તો તેના પર સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દ્રોપદ્રીને સમર્થન કરવાનો મતલબ બીજેપીને સમર્થન કરવાનું નથી. શિવસેનાના યશવંત સિન્હા સાથે સારા સંબંધો છે પણ લોકોની ભાવનાઓનો પણ ખ્યાલ રાખવો જાેઈએ. શિવસેના હંમેશા આવા ર્નિણય લેતી રહી છે. ઉદ્ધવ ઠાકરેનો આ ર્નિણય મહાવિકાસ અઘાડી ગઠબંધન માટે ઝટકો છે. કારણ કે એમવીએ ગઠબંધનના બાકી બે સાથી કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી યશવંત સિન્હાને સપોર્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૮ જુલાઇના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ૨૧ જુલાઇએ દેશના નવા રાષ્ટ્રપતિ મળશે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *