આજે આલિયા ભટ્ટ 27મો જન્મ દિવસ મનાવી રહી છે. આલિયા ભટ્ટ હાલમાં પોતાની કરિયરમાં ટોપ પર છે. આલિયાની એક્ટિંગના દર્શકોનું મનમોહી લે છે. પરંતુ આલિયા પોતાના ફ્યુચર અને લાઈફ પાર્ટનરને લઈને સ્પષ્ટ મત ધરાવે છે. તે ઈચ્છે છે કે તેનો લાઈફ પાર્ટનર તેના પપ્પા (મહેશ ભટ્ટ) જેવો ન હોય.
- આલિયા ભટ્ટનો બર્થડે
- આલિયાના લાઈફ પાર્ટનરને લઈને અલગ છે વિચાર
- આલિયા નથી ઈચ્છતી પપ્પા જેવો પતિ
આલિયા ભટ્ટે હાલમાં જ એક શોમાં પિતા મહેશ ભટ્ટ સાથે એન્ટ્રી લીધી હતી. આ શોમાં જ્યારે તેને ભાવિ પતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કીધું કે મારો પતિ મારો દોસ્ત જ ન હોય પણ મને હસાવે તેવો હોવો જોઈએ. તેણે એમ પણ કહ્યું કે મને મારા પપ્પા જેવો પતિ નથી જોઈતો.
ઈન્ડસ્ટ્રીમાં બની ચૂકી છે પોપ્યુલર
આલિયા ભટ્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલર બની છે. તે ટેલેન્ટેડ પણ છે. પણ અફવા છે કે ઈમરાન હાશમીએ એકવાર તેની સાથે કામ કરવાની ના પાડી હતી. અગાઉ પણ ઈમરાન હાશ્મીને આલિયા સાથે ફિલ્મની ઓફર થઈ હતી પણ તેણે ના પાડી હતી. ઉલ્લેખનીય છે કે ઈમરાન અને આલિયા કઝીન છે અને જે ફિલ્મ ઓફર થઈ હતી તે રોમેન્ટિક હતી. તેથી તેણે ફિલ્મની ઓફરને ફગાવી હતી.
મુંબઈમાં થયો હતો આલિયાનો જન્મ
આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઙરે થયો. બંને બોલિવુડના જાણીતા નામ છે. ઉલ્લેખનીય છે કે આલિયા તેની માતાની વધુ ક્લોઝ છે. પર્સનલ લાઈફમાં આલિયા રણબીર કપૂરની સાથે રિલેશનશીપને લઈને ચર્ચામાં છે.
Source: VTV News Gujarati (For Development Purpose)