બીલખા રેલવે રેલવે ફાટક થી બસ્ટેન્ડ રોડ નુ નામ સંત શ્રી ગોપાલા નંદ જી માર્ગ રાખવા માટેની માંગ
બીલખા રેલવે ફાટક થી બસ્ટેન્ડ રોડને પરમ પૂજય શ્રીગોપાલાનંદજી મહારાજ નામ આપવા માટે બીલખા ગ્રામજનો ની ગ્રામપંચાયત પાસે માંગણી કરવામાં આવેલ છે જેમાં વર્ષો થી જ્યાં સુધી ગોપાલાનંદજી બાપુ હતા ત્યાં સુધી તેમણે બીલખા ગામની ખુબજ ખેવના કરેલ હતી ગરીબ વર્ગો ને રાશન પૂરું પાડવું દુષ્કાળ મા ગાયો ને તેમજ બળદો ને રાખવા માટે કેટલ કેમ્પ પણ ખોલેલા અને આવી અનેક સેવાકીય કાર્ય કરેલા અને હાલ પણ ગામના ગરીબ લોકોને દર માસે શ્રી મુક્તાનંદબાપુ દ્વારા રાશન કીટ નુ કાર્ય ચાલુ રાખવામાં આવેલ છે અને ગોપાલાનંદ બાપુ નુ જે સેવાકીય કાર્ય હતું તે કાર્ય ને પૂજ્ય મુક્તાનંદબાપુ દ્વારા પણ હજી ચાલુજ છે તો આવા મહાન સંત નુ નામ બીલખા રેલ્વે ફાટક થી બસસ્ટેન્ડ સુધીના રોડ નુ નામ સંત શ્રી ગોપાલાનંદજી રોડ રાખવામાં આવે તેવી બીલખા ગ્રામજનો એ ગ્રામપંચાયત મા લેખિત મા પત્ર લખીને માંગણી કરેલ છે બીલખા ગ્રામજનો ની આશા છે કે આ રોડ નુ નામ ગોપાલાનંદ બાપુ સાથે જોડીને બીલખા ગામને ઋણ ચૂકવવાનો સોનેરી અવસર છે તેવી ગ્રામજનો ની લાગણી અને માગણી છે બીલખા ગામના આગેવાન ભરતભાઈ વાળા તેમજ સંજયભાઈ રાવલ દ્વારા જાણવવામાં આવેલ છે
રીપોટર – હરેશ મહેતા


