સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાનું પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાયું. આ તકે ઉપસ્થિત સેવક સમુદાય પૈકી કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, દિપકભાઈ બોઘરા અને કમલ શેલાર આમ તો આ તમામ મહાનુભાવો સમાજસેવા માટે હમેશાં અગ્રેસર રહે છે. આ ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસે માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ સમક્ષ આ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂદક્ષિણા સ્વરૂપે કોઈ સામાજિક સેવા કરવાનો સેવક સમુદાયે વિચાર મૂક્યો. આ સંદર્ભે નિરાધાર કન્યાઓનાં સમૂહ લગ્ન કરાવવા માટે કમલ શેલારે પોતાના મિત્રો કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા અને દીપકભાઈ બોઘરાની ઉપસ્થિતિમાં માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ સમક્ષ વિચાર મૂક્યો. એટલે માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ તો મોટે ભાગે સમાજસેવા એ જ પ્રભુ સેવાના આગવા વિચારો સાથે અનેક સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતાં જોવા મળે છે. ત્યારે પૂ. ભક્તિરામ બાપુએ આ વિચારને વધાવી અને સાવરકુંડલા તાલુકાની નિરાધાર કન્યાઓનાં વિના મૂલ્યે સમૂહ લગ્ન કરાવવા માટે પોતાનો રાજીપો અને સંમતિ દર્શાવી. આ સંદર્ભે હવે ભાવિ સમૂહ લગ્નનું આયોજન કરવા માટે સેવક ગણો પણ ખુશ થયા અને એની તૈયારીને ઓપ આપવા માટે કૃતનિશ્ચય કર્યો. આમ ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂજ્ઞાનનો સાચો સંદેશ જીવનમાં ઉતારી ખરા અર્થમાં સેવક સમુદાય દ્વારા ગુરૂદક્ષિણા અર્પણ થઈ હોય તેવું અલભ્ય દ્રશ્ય ખડું થયું

