કુંકાવાવ તાલુકા માં ભાજપ પ્રમુખ દ્વવારા પેજ પ્રમુખ ની કામગીરી માટે કાર્યકર્તાઓની મિટિંગ મળી
રણુજાધામ ખાતે તાલુકા ના તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા
પ્રમુખ ગોપાલ અંટાળા અને મહા મંત્રી શૈલેષ ઠુંમ્મર અને રમેશ સાકરીયા સક્રિય બન્યા.
વડિયા
ગુજરાત માં ભાજપ ના નવા પ્રદેશ પ્રમુખ નિમાયા બાદ જિલ્લા ના માળખા ને મજબૂત બનવવા જિલ્લા પ્રમુખ અને જિલ્લા ના માળખા ની રચના કર્યા બાદ હવે તાલુકા ના સંગઠન માળખા થી હવે દરેક બુથ માં પેજ પ્રમુખ ની નિમણુંક કરવાની કામગીરી નો પ્રારંભ કર્યો છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓ સહીત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ દ્વવારા પોતાના મત વિસ્તારમાં આ કામગીરી માં સક્રિય જોવા મળી રહ્યા છે. વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહા મંત્રી શૈલેષભાઇ ઠુંમ્મર અને રમેશભાઈ સાકરીયા દ્વવારા તાલુકા માંથી આગેવાનો ની એક મિટિંગ વડિયા ની ભાગોળે આવેલા રણુજા ધામ બોલાવી હતી. જેમાં દરેક બુથ માં પેજ પ્રમુખ ની નિમણુંક કરી આવનારી ચૂંટણી માં બુથ બુથ માં ભાજપ કાર્યકર્તા રૂપી સંગઠન ને બુથ સુધી મજબૂત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આવનારા દિવસો માં સમગ્ર તાલુકા ના તમામ ગામોના બુથ માં ભાજપ દ્વવારા પેઈજ પ્રમુખ બનાવવા ની સંગઠન રૂપી કામગીરી પૂર જોશ માં કરવામાં આવશે. ભાજપ ની સંગઠન પર પકડ અને દરેક બુથ સુધી કાર્યકર્તા ની ફોજ સક્રિયતા આવનારા દિવસો માં સફળતા અપાવશે તેવું પ્રમુખ ગોપાલભાઈ અંટાળા અને મહામંત્રી શૈલેષભાઇ ઠુંમ્મર દ્વવારા જણાવાયું હતુ.




